નવજીવન ન્યૂઝ. કડી: મહેસાણા (Mehsana) જિલ્લાના કડીમાં (Kadi) થોડા સમય અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ ગાંધીનગર રેન્જ આઇજી દ્વારા કડી પોલીસમાં (Kadi Police) કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, સાથે જ કેટલાક કર્મચારીઓની બદલી પણ કરી દેવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડા બાદ થોડા સમય માટે કડીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગી હતી, ત્યારે હવે શ્રવણ માહિનામાં ફરીથી જુગારીઓએ અવનવા કીમિયા અજમાવીને જુગારધામ ચલાવી રહ્યા છે. આવું જ એક ચાલુ ટ્રકમાં ચાલતું જુગારધામ (Gambling) પોલીસે ઝડપી પાડ્યું છે અને 7 લોકોની અટકાયત કરી છે.
અત્યારે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી ખુણેને ખાચરે ખાનગી રીતે કડીમાં જુગારઘામ ચાલી રહ્યા છે, થોડા સમય અગાઉ કડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી મોટું જુગારઘામ પકડ્યા બાદ શહેરમાં ચાલતી બેરોકટોક ચાલતી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ પર રોક લાગી હતી, પરતું હવે ઘીમે-ઘીમે આવી પ્રવૃત્તિ આચરનારા લોકો પોતાનો ઘંધો અવનવી ટેકનીક વાપરી ચલાવી રહ્યા છે. આવું જ એક જુગારઘામ પોલાસને શંકા પણ ન જાય તેવી રીતે ચાલતું હતું, તેને ગઈ કાલે સાંજે પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં કડી પોલીસનાં હેડ કોન્સેટેહલ સુહાસ, કોન્સટેબલ પંકજકુમાર, રાજુ અને નિકુલકુમારને મળેલી બાતમીના આઘારે કડી-છત્રાલ રોડના અણખોલ પાટીયા પાસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન એક આયસરને રોકતાં તેમાં પાછળનાં ભાગે જુગારધામ ચાલી રહ્યું હતું.
આ એક નવી જુગારની ટેકનીકથી પોલીસ પણ અંચબિત થઈ ગઈ હતી. બાદમાં પોલીસે આયસરમાં જુગાર રમી રહેલા મુખ્ય સુત્રઘાર અને આયસર ટ્રક નંબર GJ 5 CU 4152 સહીત સાત લોકને ઝડપી કાયદેસરના કાર્યવાહી હાથ ઘરી હતી. જેમાં કડી પોલીસે ચાલુ આઇસર ટ્રકમાં જુગાર રમતા આરોપી ભુરસિંહ રાજપુત, ભાવેશ રામી, સુરજ દરબાર, શૈલેષ પ્રજાપતિ, નવીન રામી, ભાવેશ રાવળ અને જયંતી જોશીને ઝડપી રૂપિયા 33,030 રોકડ રકમ તેમજ 9 ફોન અને આઇસર ટ્રક જપ્ત કરી અને પોલીસે કુલ 5,99,530નો રોકડ રકમ સાથે મુદ્દામાલ કબ્જે કરી 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ઈનપુટ: તોફિક ઘાંચી
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








