Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadઘરમાં જ બનાવ્યું ખેતર, ભાડાના ફ્લેટમાં ગાંજા હાઉસ ઊભું કર્યું

ઘરમાં જ બનાવ્યું ખેતર, ભાડાના ફ્લેટમાં ગાંજા હાઉસ ઊભું કર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: દેશમાં અને ગુજરાતમાં દિન-પ્રતિદિન ચરસ-ગાંજાની હેરાફેરી પોલીસ માટે માથાના દુખાવા સમાન બની છે. ટૂંકા રસ્તેથી અઢળક પૈસા કમાવી લેવા લોકો ચરસ, ગાંજા, હેરોઈન જેવી નશાકારક (Narcotics) વસ્તુઓ લોકોને પહોંચાડે છે. ચરસ-ગાંજા જેવી નશીલી વસ્તુઓ ઉપયોગ કરવા અને વેચવા પર કાયદાકીય રીતે સખત પ્રતિબંધ હોવા છતાં લોકો યેન કેન પ્રકારે જાતજાતના નુસખા અપનાવી આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહે છે. રોજ બરોજ ગાંજા જેવી નશીલી ચીજ વસ્તુઓ પકડાવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે અમદાવાદના (Ahmedabad) શેલા વિસ્તારના ફ્લેટમાંથી ગાંજાનું વાવેતર (Ganja Planting) કરવાની વાત સામે આવી છે.

sarkhej ganjo
sarkhej ganjo

પ્રાપ્ત વિગત અનુસાર, શેલા વિસ્તારના એપલવૂડમાં આવેલા ઓર્કિડ લીગસીમાં વૈભવી ફ્લેટ નંબર D-1501 અને D-1502માંથી ગાજાનું વાવેતર કરવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયો છે. રવિ મુસરકા અને વિરેન મોદી એમ બે યુવકો અને રિતિકા પ્રસાદ નામની યુવતીએ ફ્લેટમાં ગાંજાનું વાવેતર કરવા બે ફ્લેટ ભાડે રાખ્યા હતા. ફ્લેટમાં ગાંજાનું વાવેતર કરવા ગ્રીનહાઉસ પણ ઊભ કરવામાં આવ્યું હતું. ગાંજાના છોડને એક ચોક્કસ તાપમાનની જરૂર રહે છે. ગાંજાના છોડને અનૂકૂળ તાપમાન મળી રહે તે માટે પણ આરોપીઓ દ્વારા ગોઠવણ કરવામાં આવી હતી.

- Advertisement -

છેલ્લા કેટકાક દિવસોથી આ ફ્લેટમાં મોટા મોટા પાર્સલો આવી રહ્યા હતા. જેથી આજુબાજુના સ્થાનિકોને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ઓર્કિડ લીગસીમાં વૈભવી ફ્લેટ નંબર D-1501 અને D-1502માં એકાએક દરોડો પાડ્યો હતો. પોલસના દરોડા દરમિયાન ફ્લેટમાંથી હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. ફ્લેટમાં રાખેલા 100 જેટલા કુંડામાં 5 સેન્ટિમીટર જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ પ્રકારના ગાંજાનું વાવેતર વિદેશમાં કરવામાં આવે છે. તેમજ સામાન્ય ગાંજા કરતાં આ ગાંજાની અસર પણ પણ ખૂબ જ હોય છે. પોલીસે યુવતી સહિત બે યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular