નવજીવન ન્યૂઝ. મણિપુર: Manipur Violence: સમ્રગ દેશને શર્મશાર કરતી ઘટના ગઈકાલે મણિપુરમાંથી સામે આવી હતી. માનવતા પરવારી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યાર બાદ મણિપુરમાં (Manipur) કુકી સમુદાયની બે મહિલાઓને નિવર્સ્ત્ર કરી ફેરવવામાં મામલે (Women paraded naked Case) અત્યાર સુધી પોલીસે (Manipur Police) 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર નિર્વસ્ત્ર મહિલાઓને ફેરવતો વીડિયો વાયરલ (Video Viral) થતાં સમ્રગ દેશમાં આ ઘટના બાદ આક્રોશ વ્યાપી ગયો હતો. ત્યાર બાદ મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહે કહ્યું હતું કે, અમે ઓપીઓને મોતની સજા અપાવવા તમામ પ્રયાસ કરીશું. આ ઘટના બાદ મુખ્ય આરોપી હુઈરેમ હિરોદાસ મૈતેઇ નામના આરોપીના ઘરને ગ્રામજનો દ્વારા સળગાવીમાં દેવામાં આવ્યું છે.
4 મેના રોજ મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવાની ઘટના મણિપુરના કાંગપોકપી જિલ્લામાં બની હતી. જેનો વીડિયો 19 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના સામે આવ્યા બાદ મણિપુરના ચુરાચાંદપુર પર લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આરોપીને પકડીને સજા કરવા માગ કરાઈ હતી. જે બાદ પોલીસે આ મામલે મુખ્ય આરોપી હુઈરેમ હિરોદાસ મૈતેઇ નામના વ્યક્તિ સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં વાયરલ થયેલા વીડિયોમાં આ નરાધમ મહિલાઓને નિર્વસ્ત્ર કરી ચલાવતો દેખાય છે. ત્યાર બાદ નજીકના ખેતરમાં લઈ જઈ તેના સાથે રહેલા ટોળાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જોકે અન્ય ત્રણ આરોપીઓ વિશે હજી પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી નથી.
મણિપુરમાં મહિલાને નિવર્સ્ત્ર ફેરવવાની ઘટનાનો વીડિયો વાયરલ થતાં સુપ્રિમ કોર્ટેએ પણ સંજ્ઞાન લીધું હતું. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે આ વીડિયો જોઈને કહ્યું હતું કે, “અમે ખૂબ હેરાન છીએ. અમે સરકાર સમયને આપીએ છીએ કંઈ પગલા લે નહીં તો અમારે પગલા લેવા પડશે.” સાથે જ તેમણે આ ઘટનાને ખૂબ ઘૃણાસ્પદ ગણાવી હતી.
મણિપુરમાં 3 મેથી જાતિગત અથડામણો ચાલી રહી છે, જેમાં આદિવાસી દરજ્જો મેળવવા માટે મૈતેઈ સમાજ હિંસા પર ઉતરી આવ્યો છે. આ હિંસા અટકવાનું નામ નથી લેતી હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મૃત્યુ થયા છે. મૈતેઇને અનુસૂચિત જનજાતિમાં સમાવવાના કથિત પગલા સામે ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન મણિપુર દ્વારા ‘આદિવાસી એકતા રેલી’નું આયોજન કર્યા બાદ હિંસા વધી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








