નવજીવન ન્યૂઝ.મહેસાણાઃ Mehsana News: મહેસાણા દૂધ સાગર ડેરીના (Dudh Sagar Dairy) સાગરદાણ કૌભાંડમાં (Sagardan Scam) આજે તમામ આરોપીના કોર્ટે જામીન મંજુર કર્યા છે. તાજેતરમાં 13 જુલાઈના રોજ મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપીને દુધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસમાં ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીને (Vipul Chaudhary) દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને દોષિત ઠેરવ્યા હતા અને તમામ આરોપીને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે આજે કોર્ટ દ્વારા સાગરદાણ કૌભાંડમાં તમામ દોષિતોના જામીન મંજુર કરવામાં છે.
મહેસાણા ડિસ્ટ્રીક કોર્ટે દૂધસાગરમાં થયેલા સાગરદાણ કૌભાંડ અંગે વિપુલ ચૌધરીને દોષિત જાહેર કર્યા હતા. વિપુલ ચૌધરીની સાથે દુધસાગર ડેરીના નિયામક મંડળાના સભ્યોને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. જ્યારે 4 આરોપીઓને શંકાના આધારે કોર્ટે લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે જુદી-જુદી કલમો હેઠળ વિપુલ ચૌધરી સહિતના 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી હતી. વર્ષ 2014માં દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ અંગે 22 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં 22 આરોપીમાંથી 3 આરોપીઓ ચુકાદો આવે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. જેથી હવે 19 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં 23 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી.
શું છે સાગરદાણ કેસ
દૂધસાગર ડેરીમાંથી મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. આ સાગરદાણ અંગે કોઈપણ જાતની મંજૂરી લીધા વીના જ મહારાષ્ટ્રની મહાનંદ ડેરીને મોકલવામાં આવ્યું હતું. જેના કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. વિપલ ચૌધરી પર આરોપ છે કે, તેમને NDDBના ચેરમેન બનવાની ઈચ્છા હતી. જેથી તત્કાલિન કૃષિમંત્રીને સારુ લગાડવા માટે સાગરદાણ મોકલ્યા હતા. તે સમયે તત્કાલિન કૃષિમંત્રી પદે શરદ પવાર હતા. સાગરદાણ GMMFCની મંજુરી વિના જ મહારાષ્ટ્ર મોકવામાં આવ્યું હતું અને સાગરદાણ મોકલવાનું કારણ મહારાષ્ટ્રમાં દુકાળ હોવનું આગળ ધર્યું હતું.
દૂધસાગર ડેરીમાં ચૂંટણી લડીને વિપુલ ચૌધરી ચેરમેન બન્યા હતા. 17 ઓગસ્ટ 2018ના દિવસે વિુપલ ચૌધરીને સાગરદાણ કૌભાંડના જવાબદાર ઠેરવાયા હતા. ત્યાર બાદ 30 દિવસમાં વિુપુલ ચૌધરીને રકમ પરત કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, સાથે જ વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે પ્રતિબંધ હોવા છતાં વિુપલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી લડ્યા હતા અને દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા હતા. તેઓ ભાજપમાં હતા ત્યારે GMMFCના ચેરમેન પણ બન્યા હતા. ચેરમેન બન્યા બાદ તેમને હાઈકોર્ટના આદેશથી બરતરફ કરવામાં આ્યા હતા. વિપુલ ચૌધરી ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા અને ગૃહમંત્રી પણ બન્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








