Wednesday, April 29, 2026
HomeGujaratગૃહમંત્રીના આદેશને ઘોળીને પી ગયા ભચાઉના PI, વહીવટ લેવા ગયેલા રાઈટર પણ...

ગૃહમંત્રીના આદેશને ઘોળીને પી ગયા ભચાઉના PI, વહીવટ લેવા ગયેલા રાઈટર પણ ફસાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છઃ Kutch ACB Trap :ગુજરાતમાં એક તરફ ગૃહમંત્રી વ્યાજના વીશ ચક્રમાં ફસાયેલા લોકોને પઠાણી ઉધરાણીથી મુક્ત કરાવા માટે વ્યાજખોરો સામે મુહિમ ઊપાડી છે. જેના અનુસંધાનમાં ગુજરાત પોલીસને (Gujarat Police) લોક દરબાર યોજીને વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી છે. ત્યારે કચ્છ (Kutch) જિલ્લામાં પોલીસ અધિકારી જ વ્યાજખોરોથી પીડિત વ્યક્તિ પાસેથી ફરિયાદ નોંધવા માટે લાખો રૂપિયાની માગણી કરી રહ્યા છે. ત્યારે વ્યાજખોરોથી પીડિત લોકોને મુક્ત કરાવાના બદલે પોલીસ જ વ્યાજખોરોના ચુંગાલમાં પાછી ધકેલતી હોય તેવો ધાટ સર્જાયો છે.

પોલીસ ઈન્સપેક્ટરે ફરિયાદ લેવા 5 લાખ માગ્યા

કચ્છ જિલ્લાના ભચાઉમાં રહેતા ફરિયાદીએ ખાનગી વ્યક્તિઓ પાસેથી નાણા વ્યાજે લીધા હતા. જે વ્યાજના પૈસાની પઠાણી ઉધરાણી કરતાં ખાનગી વ્યક્તિઓ હેરાનગતી કરતાં હતા. જેથી ફરિયાદીએ વ્યાજખોરી વિરૂદ્ધની ઝુંબેશ અન્વયે ફરિયાદ આપવા માટે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર (Bhachau PI) એ. બી. પટેલનો સંપર્ક કર્યો હતો. જોકે વ્યાજખોરોની પઠાણી ઉધરાણીથી પીડિત ફરિયાદીની ફરિયાદ લેવા માટે પોલીસ ઈન્સપેક્ટરે એ. બી. પટેલે 5 લાખ રૂપિયા લાંચની માગણી કરી હતી. ફરિયાદી અગાઉ વ્યાજના વિશ ચક્રમાં ફસાયેલો હોવાથી તેણે આ અંગેની જાણ ACBમાં કરીને સમગ્ર બાબત અંગેની ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ACBએ ભચાઉ પોલીસ સ્ટેશન પાસે આવેલા ઓવર બ્રિજ પર ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર વી. એસ. વાઘેલાએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ભચાઉના પોલીસ ઈન્સપેક્ટરે ફરિયાદી સાથે વાતચીત કરીને 5 લાખ રૂપિયા તેમના રાઈટર પોલીસ હેડ કોન્સટેબલ સરતાન કણોલને આપવાનું કહ્યું હતું. જે બાદ ફરિયાદીએ રાઈટર સરતાનને 5 લાખ રૂપિયા આપ્યા હતા. ACBના છટકા દરમિયાન પોલીસ ઈન્પેક્ટર વતી રાઈટર લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો હતો. ACBએ ભચાઉના પોલીસ ઈન્સેપેક્ટર અને તેમના રાઈટર ડિટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

પોલીસ કોન્સટેબલે નેગોશીયેબલ ઇન્સ્ટુમેંટ ફરિયાદમાં મહિલા ની ધરપકડ ન કરવા 25 હજાર માગ્યા

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા ફરિયાદીની વિરૂદ્ધમાં નેગોશીયેબલ ઈન્સ્ટુમેંટ એક્ટની કલમ 138ની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદીએ આગાતરા જામીન મેળવી લીધા હતા. જેમાં ફરિયાદીને મદદ કરવા અને ફરિયાદીના પત્નીના વિરૂદ્ધમાં ધરપકડનો વોરંટ નીકળ્યો હતો, તેમાં ફરિયાદીની પત્નીની અટકાયત નહીં કરવા માટે ફરિયાદીના વકીલ સાથે વાતચીત કરીને ચાંદખેડાના પોલીસ કોન્સટેબલ સંદિપ ઉલવાએ 25 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી આ અંગે ACBમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર આર. આઇ. પરમાર દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર મીસીલીયન રૂમમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસ કોન્સટેબલ લાંચના 25 હજાર સ્વિકારતા પોલીસ સ્ટેશનમાં જ ઝડપાઈ ગયો હતો. હાલ ACB દ્વારા પોલીસ કોન્સટેબલની ડિટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular