Saturday, August 15, 2026
HomeNationalમોદીના કાર્યક્રમમાં મમતા બેનર્જીએ હીરાબાના નિધન પર આવું કહ્યું…

મોદીના કાર્યક્રમમાં મમતા બેનર્જીએ હીરાબાના નિધન પર આવું કહ્યું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કોલકાતા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના માતા હીરાબાનું આજરોજ અવસાન થયું છે. 100 વર્ષની વયે હીરાબાનું અવસાન થતાં દેશ શોકમગ્ન બન્યો છે. ત્યારે આજરોજ પ્રધાનમંત્રી મોદીના નિયત કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા છે. ત્યારે આજરોજ પશ્ચિમ બંગાળ(West Bengal)માં રેલવેના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા પ્રધાનમંત્રી જવાના હતા પરંતુ, હીરાબાના અવસાનના કારણે તેઓ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee) પણ જોડાયા હતા જેમાં તેમણે હીરાબાના અવસાન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આપના માતા એ અમારા પણ માતા છે.

મમતાએ હીરાબાના નિધન પર મોદીને આ સલાહ આપી

પ્રધાનમંત્રી મોદીએ આજરોજ માતાના નિધનને પગલે પશ્ચિમ બંગાળમાં વિર્ચ્યુઅલી જોડાઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. જેમાં મમતા બેનર્જીએ હીરાબાના અવસાન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, “ઈશ્વર આપને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, દુનિયામાં માતાનો કોઈ તોડ નથી, આપની માતાનો મતલબ અમારી માતા છે, હું આ સમયે મારી માતાને પણ યાદ કરું છું. આ દુઃખના સમયે પણ તમે આ કાર્યક્રમમાં હાજર રહ્યાં તે માટે આપનો ખુબ આભાર વ્યક્ત કરું છું.”

- Advertisement -

આજનો કાર્યક્રમ ટૂંકાવી દેવા વિનંતી

મમતા બેનર્જીએ સાંત્વના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શોકની ઘડીમાં આપ વર્ચ્યુઅલી જોડાયા તમે આત્મીયતા સાથે અહીં જોડાયા છો. આપને આગ્રહ છે કે, આજનો કાર્યક્રમ ટૂંકાવી દેવામાં આવે અને થોડો સમય આરામ કરો કારણ કે હમણાં જ તમે માતાના અંતિમ સંસ્કાર કરીને આવ્યા છો
મમતા બેનર્જીએ પોતાની માતાને પણ કર્યા યાદ

મમતાએ ટ્ટિટ કરીને પણ સંવેદના વ્યક્ત કરી

મમતા બેનર્જીએ હીરાના નિધન બાદ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, માતા હીરાબેન મોદીના નિધન પર પ્રધાનમંત્રી મોદી પ્રત્યે સંવેદના. તેમની આત્માને પ્રાર્થના અને શાંતિ મળે તેવી પ્રાર્થના, તેમના પરિવારના સભ્યોને દુઃખની ઘડીમાં શક્તિ મળે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular