Sunday, April 19, 2026
HomeNationalઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોતનો આરોપ ભારતની આ 'કફ સિરપ' પર લાગ્યો

ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોતનો આરોપ ભારતની આ ‘કફ સિરપ’ પર લાગ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઉઝબેકિસ્તાન (Uzbekistan)માં ભારતીય કફ સિરપને કારણે મોટી સંખ્યામાં બાળકોના મોત થવાનો આરોપ સામે આવ્યો છે. જેમાં ઉત્તરપ્રદેશના નોઈડા (Noida)માં ઉત્પાદિત કફ સિરપ જવાબદાર હોવાનો આરોપ છે. આ મામલો સામે આવતા મેડિકલ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ આ મામલો ગંભીરતાથી લઈ ચિંતા વ્યક્ત કરી હતી. WHOએ ઉઝબેકિસ્તાનને આ મામલે સહયોગ કરવાની પણ વાત કરી છે. સાથે જ ભારત સરકારે પણ ઉઝબેક સરકારના આરોપ બાદ તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.

દેશના ઉત્તરપ્રદેશના નોઈડમાં ભારતીય ફાર્મા કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપ વિવાદમાં ઘેરાયું છે. કારણ કે ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ મંત્રાલયે દાવા સાથે આરોપ કર્યો છે કે, આ કફ સિરપના કારણે 18 બાળકોના મોત નિપજ્યા છે. ઉઝબેકિસ્તાન આરોગ્ય મંત્રાલયને ટાંકી એક અહેવાલમાં જણાવ્યું છે કે, ‘ડોક-1 મેક્સ સિરપ લેવાના કારણે શ્વાસોચ્છવાસના રોગવાળા 21 માંથી 18 બાળકો મૃત્યુ પામ્યા છે. ‘

- Advertisement -

વિવાદિત કફ સિરપ ડોક-1 ઉત્તરપ્રદેશના નોઈડામાં સ્થિત ‘મેરિયન બાયૉટેક’ દ્વારા બનાવવામાં આવ્યું હતું જ્યારે કુરમેક્સ મેડિકલ એલએલસી દ્વારા ઉઝબેકિસ્તાનમાં આયાત કરવામાં આવ્યું હતું. આ કફ સિરપ પીવાના કારણે તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારીવાળા બાળકોનો મોત નિપજ્યાનો આરોપ લાગતા વિશ્વભરમાં સાવલો પેદા થવા લાગ્યા છે. અહેવાલો પરથી મળતી માહિતી મુજબ, જે બાળકોના મોત થાય છે તેમને સારવાર માટે દાખલ થતાં પહેલા ઘરે ડોક-1 કફ સિરપ ઘરે 2 થી 7 દિવસ સુધી, 2.5 થી 5 એમ એલ માત્રામાં દિવસમાં 3 થી 4 વખત આપવામાં આવ્યું હતું. આશંકા સેવાઈ રહી છે કે દવાનું આ પ્રમાણ નિયત માત્રા કરતા વધારે કહેવાય.

આ મામલે ઉઝબેકિસ્તાના આરોગ્ય મંત્રાલયે મિડીયાને જણાવ્યું હતું કે, પ્રારંભિક લેબોરેટરીનો અભ્યાસ જણાવે છે કે, ડોક-1 સિરપમાં ઈથિલિન ગ્લાયકોલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આફ્રિકન દેશ ગામ્બિયામાં પણ બાળકોના મોત પાછળ ભારતીય ફાર્મા કંપની દ્વારા ઉત્પાદિત કફ સીરપ હોવાનું સામે આવ્યું હતું. કથિત કફ સિરપને ભારતની મેઈડન ફાર્મા દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું હતું. સિરપમાં ઈથિલીન ગ્લાઈકોનનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે પરંતુ તેનાથી થતા નુકશાનને કારણે અમેરિકા, ઑસ્ટ્રેલીયા અને યુરોપના દેશોમાં પ્રતિબંધીત જાહેર કરવામાં આવેલ છે. દવામાં ઈથિલીન ગ્લાઈકોન રંગ કે સુગંધ વિહીન અને સ્વાદમાં ગળ્યું હોય ઉપયોગમાં લેવાતું હોવાનું જાણકારોનું માનવું છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular