નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Weather Today: એક બાજુ હવામાન વિભાગ દ્વારા આગાહી (Gujarat Weather Forecast) કરવામાં આવી છે કે, મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ (Unseasonal rains) પડી શકે છે. અને બીજી તરફ આવતીકાલે એટલે કે શુક્રવારે ભારતનાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વડોદરા (Vadodara) આવી રહ્યા છે. તેમની સુરક્ષા અને અન્ય વ્યવસ્થા માટે આજથી જ વડોદરાનું તંત્ર (VMC) દોડતું થઈ ગયું છે.
આજે ભરબપોરે વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. માત્ર એક જ કલાકમાં લગભગ અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આકાશ તો હજી પણ વાદળોથી ઘેરાયેલું જ છે. કમોસમી વરસાદને લઈને ધરતીપુત્રો ચિંતામાં છે. કારણ કે તેની સીધી અસર ઘઉં, શાકભાજી અને અન્ય ઉનાળુ પાકો પર થશે. જેથી ખેડૂતો આર્થિક તકલીફમાં પણ મૂકાઈ શકે છે.
પરંતુ આ વખતે ખેડૂત સિવાય M. S. Universityના સત્તાધીશો, વડોદરાના રાજકીય આગેવાનો, પોલીસતંત્ર તથા કોર્પોરેશનના અધિકારીઓ પણ ચિંતામાં છે. તેઓને પણ ભીતિ છે કે, આવતીકાલના કાર્યક્રમમાં વરસાદ વિલન ન બંને તો સારું. પણ વરસાદની ડોર કોઈના હાથમાં નથી હોતી. માટે તેઓ પણ Plan-Bની વ્યવસ્થામાં લાગી ગયા છે.
આવતી કાલે એમ. એસ. યુનિવર્સિટીમાં દિક્ષાંત સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્ય અતિથી તરીકે ભારતના ગૃહમંત્રી અમીત શાહ હાજર રહેશે. જેને પગલે સુરક્ષા વ્યવસ્થામાં વડોદરાના લગભગ 250 પોલીસ જવાનો જોડાશે. જેમાં ત્રણ ડીસીપી, 6 ડીવાયએસપી, 15 પીઆઈ અને 30 પીએસઆઈનો સમાવેશ થાય છે. હવે તંત્રની તૈયારી કેવી છે એ તો કાલે જ ખબર પડે.
TAG: Vadodara Weather Today, Gujarat Weather Forecast, Amit Shah Vadodara Visit
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796