નવજીવન.મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં એક કાર પુલ પરથી નીચે પડી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સાત મેડિકલ વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના વર્ધાના સેલસુરા પાસે બની હતી. આ અકસ્માતમાં કારમાં સવાર સાત તબીબી વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. સાવંગીની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દેવલીથી વર્ધા જઈ રહ્યા હતા.
આ તમામ વિદ્યાર્થીઓ ઝાયલો કારમાં હતા. કાર પૂરઝડપે રેલિંગ સાથે અથડાઇ હતી, જે બાદ તે પુલ પરથી નીચે પડી ગઇ હતી. આ કિસ્સામાં દારૂના ડ્રીંક એન્ડ ડ્રાઇવની શંકા છે. આ અકસ્માતમાં એક ધારાસભ્યના પુત્રનું પણ મોત થયું હતું. અકસ્માતની માહિતી મળ્યા બાદ સ્થાનિક લોકો અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
ન્યૂઝ એજન્સી એએનઆઈને વર્ધાના એસપી પ્રશાંત હોલકર જણાવ્યું છે કે, “ગઈ કાલે રાત્રે લગભગ 11.30 વાગ્યે સેલસુરા નજીક પુલ પરથી કાર પડી જતાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર અવિષ્કાર રહાંગદાલે સહિત સાત વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. આ બધા વિદ્યાર્થીઓ વર્ધા જઈ રહ્યા હતા.”
Maharashtra | 7 students including BJP MLA Vijay Rahangdale's son Avishkar Rahangdale died after their car fell from a bridge near Selsura around 11.30 pm last night. They (deceased) were on their way to Wardha: Prashant Holkar, SP Wardha
— ANI (@ANI) January 25, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












