Friday, May 1, 2026
HomeGeneralસરોગેસી રેગ્યુલેશન એક્ટ આજથી અમલમાં આવશે, કોઈ પણ મહિલા માત્ર એક જ...

સરોગેસી રેગ્યુલેશન એક્ટ આજથી અમલમાં આવશે, કોઈ પણ મહિલા માત્ર એક જ વાર સરોગેટ મધર બની શકશે

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: સાંપ્રત સમયમાં પતિ-પત્નીને જો સારી રીતે જીવન ચલાવવું હોય તો બંનેએ નોકરી કરીને ઘર ચલાવવું પડે છે. આવા સમયે જે દંપતીને બાળક લાવવાની ઈચ્છા હોય પરંતુ તેમની પાસે આ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવાનો સમય ન હોય તેવા દંપતી માટે મેડિકલ ક્ષેત્રમાં સરોગેસી ટેકનૉલોજિ વિકસાવવામાં આવી છે, પરંતુ હવે સરકાર દ્વારા સરોગેટ માતા બનવા માટે કેટલાક નિયમો અને નિયંત્રનો મૂકવામાં આવ્યા છે. આ કાયદા મુજબ હવેથી કોઈપણ મહિલા એક જ વાર સરોગેટ મધર બની શકશે, તેમાં પણ જે મહિલા પરણિત હોય અને બાળકો હોય તે જ સરોગેટ મધર બની શકશે. આ ઉપરાંત તે મહિલાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત છે અને જો કાયદાનો ભંગ થસે તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. આ કાયદાને સરોગેસી રેગ્યુલેશન એક્ટ નામ આપવામાં આવ્યું છે.



આ કાયદા મુજબ હવેથી કોમર્સીયલ સરોગેસી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. અલ્ટ્રાયુસ્ટિક સરોગેસી જ હવે કાયદાકીય છે. જેમાં હોસ્પિટલ ઉપરાંત અન્ય મેડિકલ ખર્ચ અને 36 મહિનાના ઈન્સ્યોરન્સ સિવાય કોઈ પણ પ્રકારનો ચાર્જ કે નાણાકીય સહાય આપવા પર હવેથી પ્રતિબંધ છે. જે ક્લિનિક સરોગેસી કરાવતા હોય તેવા ક્લિનિકનું રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.

આ કાયદામાં કોણ સરોગેટ મધર બની શકે તેની પણ જોગવાઈ કરવામાં આવી છે. જે મહિલા સરોગેટ મધર બનવા ઇચ્છુક હોય તે પરણિત હોવી જોઈએ અને તે મહિલાની ઉંમર 25 વર્ષથી 35 વર્ષ સુધીની હવિ જોઈએ. તે મહિલાએ માન્ય ડોક્ટર પાસેથી શારીરિક અને માનસિક સ્વસ્થતાનું પ્રમાણપત્ર લેવાનું રહેશે અને તે માત્ર એક જ વાર સરોગેટ મધર બની શકશે.



આ ઉપરાંત જે દંપતીને સરોગેસી પદ્ધતિથી બાળક જોઈતું હોય તેમના માટે પણ આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. ઇચ્છુક દંપતી પરણિત હોવું જોઈએ અને દંપતિમાં મહિલાની ઉંમર 23 વર્ષથી 50 વર્ષ હોવી જો જ્યારે પુરુષની ઉંમર 26 વર્ષથી 55 વર્ષ હોવી જોઈએ. આ દંપતી ત્યારે જ સરોગેસીથી બાળક લાવી શકે જ્યારે તેમને કુદરતી, દત્તક કે અગાઉ સરોગેટ કોઈ જીવીત બાળક ન હોય.

- Advertisement -

આજથી આ કાયદો અમલમાં આવશે. અત્યાર સુધી સરોગેસી માટે કોઈ રોકટોક ન હતી જેના કારણે કેટલાક લોકો સરોગેસીને વ્યવસાયની રીતે જોતાં હતા અને કેટલીક મહિલાઓ પૈસા માટે પોતાની કૂખ ભાડે આપતી હતી. પરંતુ હવે આ કાયદાના કારણે જો વ્યાવસાયિક રીતે સરોગેસી કરવામાં આવશે તો 10 વર્ષની સજા અને 10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે વ્યાવસાયિક સરોગેસી પર નિયંત્રણો આવશે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular