Friday, May 1, 2026
HomeGeneralInvestigation: તિલકવાડા પોલીસે તૂટેલા કાચના ટુકડા પરથી અકસ્માતના આરોપીને આ રીતે પકડી...

Investigation: તિલકવાડા પોલીસે તૂટેલા કાચના ટુકડા પરથી અકસ્માતના આરોપીને આ રીતે પકડી પાડ્યો

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન. રાજપીપળા): તિલકવાડા પોલીસે હાઈવે પર તૂટેલા કાચના ટુકડા પરથી અકસ્માત કરી મોત નિપજાવી ફરાર થઇ ગયેલા આરોપીને પકડી પાડ્યો હોવાનું સરાહનીય કાર્ય કર્યું છે. વિગતો મુજબ તિલકવાડાના અગર નવીવસાહત ગામે કલેડીયા તરફથી રોડ ઉપર રમફાટ ગફલતભરી રીતે આવતા છોટા હાથી ટેમ્પોએ પલ્સર બાઈક સાથે અકસ્માત કરી ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર મેહુલ ચંદ્રકાંત ભીલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલક સહિત અન્ય લોકો ઘાયલ થયા હતા.

આ કેસની તપાસ તિલકવાડા પી.એસ.આઈ એમ.બી.વસાવા કરી રહ્યા હતા. એમણે અગર ચોકડી પાસે એક પોલીસ પોઇન્ટ ગોઠવી આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. એ વિસ્તારમાં બૂંજેઠા પેટ્રોલ પમ્પ તથા હોટેલના સી.સી.ટી.વી ચેક કરતા પણ કોઈ નક્કર પરિણામ મળ્યું ન હતું પણ આ અકસ્માત દરમિયાન છોટા હાથી ટેમ્પોનો તૂટી ગયેલા સાઈડ ગ્લાસનો ટુકડો ઘટના સ્થળ પરથી મળી આવતા પોલીસે એના આધારે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -



તિલકવાડા પી.એસ.આઈ એમ.બી.વસાવાએ આસપાસના ગામોના છોટા હાથી ટેમ્પાની વિગતો મંગાવી હતી. જેમાં અગર ગામના જીજે 17 ટીટી 4022 નો સાઈડ ગ્લાસ તૂટી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તૂટેલા કાચનો ટૂંકડો એની સાથે મેચ કરતા અકસ્માત એ જ છોટા હાથીના ચાલકે કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસ પૂછપરછમાં ચાલક જગદીશ નારણ ભીલે આ અકસ્માત કર્યો હોવાનું કબૂલ કરતા એની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular