નવજીવન ન્યૂઝ. મુંબઈ: રાજકીય ગરમાવા વચ્ચે રવિવારથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર શરૂ થયું છે. સત્રના પ્રથમ દિવસે એટલે કે આજે એક વર્ષથી ખાલી પડેલા સ્પીકર પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં એકનાથ શિંદે જૂથના BJP નેતા રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સમર્થક ધારાસભ્યોની સંખ્યા ગણીને સ્પીકર પદની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જણાવી દઈએ કે શિવસેનાના પૂર્વ નેતા રાહુલ નાર્વેકરને શિંદે જૂથ અને ભાજપ તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. રાજન સાલ્વીએ ઉદ્ધવ કેમ્પ વતી ઉમેદવારી નોંધાવી હતી.
અહીં, સત્ર પહેલા, વિધાન ભવનમાં સ્થિત શિવસેના વિધાયક દળનું કાર્યાલય બંધ કરવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ચાલી રહેલા મતભેદો વચ્ચે આ કાર્યાલય બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોના ઈશારે તેને બંધ કરવામાં આવ્યુ છે.
તમને જણાવી દઈએ કે મહાવિકાસ અઘાડીનો એક ભાગ કોંગ્રેસે રાજકીય સંકટ વચ્ચે સ્પીકર પદ માટે ચૂંટણી કરાવવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે રાજ્યપાલનો એક પત્ર રજૂ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે કોર્ટમાં પેન્ડિંગ મામલાને કારણે સ્પીકરની ચૂંટણી શક્ય નથી. જોકે સત્તા પરિવર્તન સાથે રાજ્યપાલનું વલણ બદલાયું છે. આવી સ્થિતિમાં ઉદ્ધવ કેમ્પ દ્વારા તેમની સતત ટીકા થઈ રહી છે. તેઓ કહે છે કે રાજ્યપાલ પક્ષપાતી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












