Thursday, September 3, 2026
HomeGeneralઅમદાવાદ: શખ્સ પોલીસની ઓળખાણ આપી મહિલાને લાફા મારીને ઘરેણાં લઈ ફરાર થઈ...

અમદાવાદ: શખ્સ પોલીસની ઓળખાણ આપી મહિલાને લાફા મારીને ઘરેણાં લઈ ફરાર થઈ ગયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ચોર અને લૂંટારા બેફામ બન્યા છે તેનું વધુ એક ઉદાહરણ અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યું છે. એક મહિલા રિક્ષામાં જઈ રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિએ રિક્ષા ઊભી રાખવી, મહિલાને રિક્ષામાંથી નીચે ઉતાર્યા અને મહિલાને લાફા મારીને તેમના પહેરેલા સોનાના ઘરેણાં લઈને ફરાર થઈ ગયો હતો. આ આખી ઘટનામાં ચોંકાવનારી વાત એ હતી કે જે યુવકે રિક્ષા ઊભી રાખવી તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયો હતો.



અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક મહિલા પગ લૂછણિયા બનાવવાનું કામ કરે છે, તેમણે રબારી કોલોનોથી અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર તરફ રિક્ષામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિ બાઇક લઈને રિક્ષાની પાછળથી આવ્યો અને રિક્ષા ઊભી રાખવી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. ત્યાર બાદ આ વ્યક્તિ મહિલાને રિક્ષામાંથી ઉતારીને સાઇડમાં બોલાવ્યા અને તેમને લાફા માર્યા અને મહિલાએ પહેરેલા સોનાના ઘરેણાં લઈ લીધા. આ વ્યક્તિએ મહિલાને પોતાની ઓળખ અને કામ બતાવીને પોલીસ સ્ટેશનથી ઘરેલા લઈ જવા જણાવ્યુ અને ત્યાંથી નીકળી ગયો.

પોલીસ તરીકે ઓળખ આપનારા વ્યક્તિએ મહિલાને તેની કામ કરવાની જગ્યા બતાવવા કહ્યું હતું અને જ્યારે મહિલા રિક્ષા પાછળ આ વ્યક્તિને પોતાની કામ કરવાની જગ્યાએ લઈ જઈ રહ્યા હતા ત્યારે આ વ્યક્તિ અડધા રસ્તા સુધી રિક્ષાની પાછળ આવ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ મહિલાએ પોતાની સાથે કામ કરતાં લોકોને આ વાત કરી ત્યારે ખબર પડી કે આ વ્યક્તિ પોલીસની ઓળખ બતાવીને મહિલાને લૂંટીને ભાગી ગયો છે. ત્યાર બાદ મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ કરી હતી અને પોલીસે આરોપીને પકડવા માટેની કામગીરી હાથ ધરી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular