Tuesday, September 1, 2026
HomeNationalVideo: દીકરીની ફી ભરવા માતાની જીદ્દઃ દોડી મેરેથોન રેસ અને જીતી ઈનામ

Video: દીકરીની ફી ભરવા માતાની જીદ્દઃ દોડી મેરેથોન રેસ અને જીતી ઈનામ

- Advertisement -

Marathon Mom race: મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈમાં એક 47 વર્ષની માતાએ માતૃત્વ, સંઘર્ષ અને દ્રઢ સંકલ્પ શક્તિનું બહુ મોટું ઉદાહરણ લોકો સામે મુક્યું છે. એક માતાએ પોતાની દીકરીના ભણતરની ફી ભરવા માટે સાડી પહેરીને ખુલ્લા પગે રેસમાં ભાગ લીધો છે.

પોતાની દીકરીઓના સારા ભવિષ્ય માટે આ 474 વર્ષની માતા રમાબાઈ રણવીરે ટ્રેકસૂટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા યુવા દોડવીરોને પણ પાછળ છોડી દીધા અને આ સ્પર્ધામાં પહેલી રેંક હાંસલ કરી આ જીત સાથે જ તેમને ઈનામમાં 3 હજાર રૂપિયા મળ્યા છે, જેનો ઉપયોગ તે પોતાની દીકરીના ભણતર માટે કરશે.

- Advertisement -

બીડ જિલ્લામાં અંબાજોગાઈમાં ‘ભારતીય શિક્ષણ પ્રસારક સંસ્થા’ના ખોલેશ્વર શૈક્ષણિક સંકુલના અમૃત મહોત્સવ વર્ષના ઉપલક્ષ્યમાં ‘અમૃત દોડ’ નામની મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી શરૂ થઈ ને ભાગ્યનગર ચોક સુધી આયોજિત કરવામાં આવી હતી. આ દોડમાં મોટી સંખ્યામાં સ્થનીક યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો, જેમાં રમાબાઈ પણ એક સાધારણ સ્પર્ધકના રૂપમાં શામેલ થઈ ગયા હતા.

જ્યારે રમાબાઈ સ્પર્ધા સ્થળ પર પહોંચી ત્યારે તેમને એક સાધારણ સાડી પહેરેલી હતી અને પગમાં ચપ્પલ હતી. તેમને જોઈને ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિને એ અંદાજ નહોતો આવ્યો કે આ મહિલા સ્પર્ધા જીતી શકે છે. જોકે તેમનામ મનમાં પોતાની દીકરીઓને ભણાવવા માટેનું લક્ષ્ય રાખ્યું હતું જે દ્રઢ સંકલ્પે તેમના પગને બળ પુરું પાડ્યું. રમાબાઈએ આ રેસમાં પોતાની બધી જ તાકાત લગાવી દીધી.

જોકે થોડા જ દૂર દોડ્યા પછી તેમના પગની ચપ્પલ લપસવા લાગી હતી, જેને કારણે તેમની સ્પીડ પર અસર પડી રહી હતી. જોકે તેમણે આ ઘડીએ તુરંત ચપ્પલ ઉતારીને હાથમાં પકડી લીધી અને ખુલ્લા પગે દોડવાનું ચાલુ કર્યું. સવારનો ઠંડો રસ્તો, પગમાં વાગતા કાંકરા, દોડતી વખતે સાડીનો પાલવ સાચવવા જેવી ઘણી અડચણોનો સામનો કર્યો પણ તેમનું ધ્યાન ફક્ત ફિનિસિંગ લાઈન ઉપર રહ્યું.

- Advertisement -

પોતાના સાહસનો પરિચય આપતા ટ્રેકશૂટ અને મોંઘા સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા તમામ યુવાન સ્પર્ધકોને એક એક કરીને પાછળ છોડી દીધા. તેમણે ફિનિશિંગ લાઈન પાર કરી લીધી અને મેરેથોન વિજેતા બની. ત્યાં હાજર આયોજકો અને દર્શકો આ જોઈને ભાવુક થઈ ગયા હતા તેમણે તમામે પરિસરમાં ઊભા થઈને તાળીઓથી તેમને વધાવી લીધા હતા.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular