નવજીવન ન્યૂઝ.ગીર સોમનાથઃ ગુજરાતમાં હાલ ચારે તરફ વરસાદે ધનાધન બેટિંગ શરૂ કરી છે. કોંક્રિટના જંગલ એટલે કે શહેરી વિસ્તારોમાં જ્યાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વિકાસના પાગલપનમાં હાલાકીઓને આમંત્રી છે ત્યાં પ્રકૃતિના જંગલમાં વરસાદે મનમોહક વાતાવરણ ઊભું કરી દીધું છે. અહીં વરસાદ સારી એવી માત્રામાં પડ્યો છે.
વરસાદી વાતાવરણને પગલે વહેતી નદીઓમાં પાણી ભરાયા છે ત્યારે ગીર સોમનાથના જસાપુરનો એક વીડિયો ગુજરાત માહિતી વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વહેતા પાણીને ઓળંગવા જતા બે સિંહણ સામ સામે આવી જાય છે. જે પછી બંને એક બીજા સામે થોડી નારાજગી વ્યક્ત કર્યા પછી લડવા કરતાં અક્કલ વાપરી ત્યાંથી આગળ નીકળી જાય છે તેવો નજારો કેમેરામાં કેદ થયો છે. આવો જોઈએ વીડિયો…
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








