નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ઉપરાંત નદીનાળાઓની જળસપાટી પણ વધી ગઈ છે. તેવામાં આજે વડોદરામાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. વડોદરામાં આંખના પલકારે હાઈવેની પ્રોટક્શન દીવાલ ધરાશાયી થઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની બની ન હતી. જ્યારે આજે અમદાવાદમાં પણ દીવાલ ધરાશાયી થવાની ઘટના બનતા 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
વડોદરાના પોર ખાતે પસાર થતા નેશનલ હાઈવેની પ્રોટેક્શન દીવાલ અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી. સમગ્ર બનાવનો વીડિયો સ્થાનિક દ્વારા ઉતારવામાં આવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દીવાલ તૂટી પડતા દીવાલની નજીક આવેલા ઝુંપડાં નુકસાન થયું હતું. પ્રોટેક્શન વોલ તૂટવાના કારણે એક મકાનની દીવાલ પણ ધરાશાયી થઈ હતી. તાજેતરમાં જ ગામમાં ઢાઢર નદીનું પાણી ફરી વળતા ગ્રામજનોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેના કારણે ઝુંપડાંમાં કોઈ હાજર ન હતું. જેથી કરીને દુર્ઘટના બનતા રહી ગઈ હતી. દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો નેશનલ હાઈવે પરથી પસાર થતાં હોય છે. જો કે હાઈવેના લોખંડની રેલિંગ સાથે પ્રોટેક્શન દીવાલ તૂટી જતા વાહનચાલકો ભયમાં મુકાયા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








