Thursday, April 23, 2026
HomeGujaratસાબરકાંઠાઃ મહિલા સરપંચ બાંધકામ માટે કરતી ખીસ્સું ગરમ, લાલચમાં એવી થઈ આંધળી...

સાબરકાંઠાઃ મહિલા સરપંચ બાંધકામ માટે કરતી ખીસ્સું ગરમ, લાલચમાં એવી થઈ આંધળી કે છટકાની ગંધ ન આવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાબારકાંઠાઃ સાબરકાંઠાના ગ્રામજનોએ જેને ખોબ્લેને ખોબ્લે મત આપીને સરપંચનો તાજ આપ્યો તે જ સરપંચ ગ્રામજનોના ખિસ્સા કાતરતી હતી. સાંબરકાંઠામાં આજે બાંઘકામ માટે 12 હજારની લાંચ લેતા મહિલા સરપંચ એસીબીના હાથે ઝડપાઈ ગઈ છે. એસીબીએ છેલ્લા 3 દિવસમાં 6 ટ્રેપ કરીને લાંચીયા અધિકારી અને પદાધિકારીઓની શાન ઠેકાણે લાવી દીધી છે. એસીબીની છેલ્લા ત્રણ દિવસની કામગીરીથી લાંચીયા બાબુમાં ફફળાટ મચી જવા પામ્યો છે.

માહિતી અનુસાર, સાબરકાંઠાના ઈડર તાલુકામાં ફરિયાદીને પોતાના ગામમાં તેમના પિતાના નામે લીધેલા પ્લોટ પર મકાનનું બાંધકામ કરવાનું હતું. જેના માટે પંચાયતમાં બાંધકામ માટે રજાચિઠ્ઠી લેવા માટે અરજી કરી હતી. આ બાંધકામ માટેની રજાચિઠ્ઠી લેવા માટે ફરિયાદીએ ઈડરના જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયત સરપંચ ઉર્મિલા મહેંદ્ર પરમારનો સંપર્ક કર્યો હતો. સરપંચે બાંધકામ રજાચિઠ્ઠી આપવા માટે ફરિયાદી પાસેથી ૧૨ હજારની લાંચની માંગણી કરી હતી.

- Advertisement -

આ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ આપી હતી. એસીબીએ ફરિયાદ આધારે આજે સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના પાલીસ ઈન્સપેક્ટર વી.એન.ચૌધરી અને ગાંધીનગર એકમના સુપરવિઝન અધિકારી એ.કે.પરમારે સરપંચની ચેમ્બરમાં જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ફરિયાદી પાસેથી સરપંચે પૈસાની માગણી કરીને લાંચની રકમ જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પટેલ રાકેશ ચંદુભાઈને આપવાનું કહ્યું હતું. એસીબીની હાજરીમાં રાકેશે લાંચની રકમ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. એસીબીએ સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટરને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular