Tuesday, July 7, 2026
HomeGeneralLIC 3.0: 17મેએ લિસ્ટિંગ, પ્રાઈઝ બેન્ડ 902-949, 4 મેએ ખુલશે દેશનો સૌથી...

LIC 3.0: 17મેએ લિસ્ટિંગ, પ્રાઈઝ બેન્ડ 902-949, 4 મેએ ખુલશે દેશનો સૌથી મોટો IPO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈઃ જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીએ સત્તાવાર રીતે પોતાના IPOની જાહેરાત કરી છે. બુધવારે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી હતી કે LICનો IPO 4 મેના રોજ જ ખુલશે અને તેની પ્રાઈસ બેન્ડ 902-949 રૂપિયાની વચ્ચે હશે. 21,000 કરોડનો IPO દેશનો સૌથી મોટો પ્રારંભિક જાહેર પ્રસ્તાવ હશે. સરકારે IPOનું કદ ઘટાડ્યું છે, આમ છતાં તે દેશનો સૌથી મોટો IPO છે. આ પ્રસંગે દીપમ સેક્રેટરી તુહિનકાંત પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા. આઇપીઓની સાઇઝ અંગે તેમણે જણાવ્યું હતું કે, બજારમાં આવતી અડચણોને ધ્યાનમાં રાખીને એલઆઇસી આઇપીઓની સાઇઝ યોગ્ય છે.



દેશના સૌથી મોટા પબ્લિક ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયાની વચ્ચે હશે અને LIC પોલિસીધારકોને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને રિટેલ રોકાણકારો અને LIC કર્મચારીઓને 45 રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ મળશે. સરકાર LICમાં પોતાનો 3.5 ટકા હિસ્સો એટલે કે 22.13 કરોડ શેર વેચી રહી છે. આ સાથે સરકાર 20,557.23 કરોડ રૂપિયા એકઠા કરશે. જોકે, આ રકમ અગાઉના 60,000 ડોલરના અંદાજ કરતાં ઘણી ઓછી છે.

જણાવી દઈએ કે આ IPO સેલ ઓફર (OFS)ના રૂપમાં છે અને તેના દ્વારા સરકાર 22.13 કરોડ શેર વેચીને LICમાં પોતાનો 3.5 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે.



LIC IPOની વિગતો
– દેશનો સૌથી મોટો IPO 4થી 9 મે વચ્ચે આવી રહ્યો છે.
– એન્કર ઇન્વેસ્ટર્સ માટે તે 2 મેના રોજ ખુલશે.
– IPOના ઈશ્યૂ સાઈઝ 20,557 કરોડ રૂપિયા છે.
– પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા પ્રતિ શેર રહેશે.
– પોલિસીધારકોને રિટેલ અને કર્મચારીઓ માટે 60 રૂપિયાની છૂટ અને 45 રૂપિયાની છૂટ મળશે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular