Tuesday, July 7, 2026
HomeGeneralઅમદાવાદઃ "બઘા જ મંત્રીને ઓળખું છું. અપહરણ કરીને હાથ-પગ ભાંગી નાખીશ" 11...

અમદાવાદઃ “બઘા જ મંત્રીને ઓળખું છું. અપહરણ કરીને હાથ-પગ ભાંગી નાખીશ” 11 વેપારીઓના ત્રાસથી એક વેપારીએ જીવન ટુકાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં વેપારીઓના ત્રાસથી અન્ય એક વેપારીએ આપઘાત કરી લીધો છે. વેપારીએ ઝેરી દવા ગટગટાવી ત્યાર બાદ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ બાબતે સ્યુસાઇડ નોટ મળી આવતા પોલીસે 11 વેપારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.



અમદાવાદના કાપડના વેપારી વિજય જિનગર વ્યાજખોર વેપારીઓના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું છે. વિજયે 11 વેપારીઓના નામનો સ્યુસાઇડ નોટમાં ઉલેખ્ખ કર્યો છે. વિજયે રિવરફ્રન્ટ પર જઈને ઝેરી દવા પી લીઘી હતી. ત્યાર બાદ પર્સ મોબાઈલ મૂકીને નદીમાં છંલાગ લગાવી હતી. સમગ્ર બાબતે વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

વિજય પાસે પૈસાની ઉઘરાણી કરવા માટે આવેલા એક વેપારીએ અન્ય એક વ્યક્તિને લઈને ગયો હતો અને અને કહ્યું હતું કે આ વ્યક્તિ રૂપાણી સાહેબનો ભત્રીજો છે, હવાલા વાળા રૂપિયાની ઉઘરાણી માટે આવ્યો છે તેમ જણાવી ઘમકી આપી હતી કે બઘા જ મંત્રીને ઓળખું છું. અપહરણ કરીને હાથ-પગ ભાંગી નાખવાનું કહ્યું હોવાનું ફરિયાદમાં ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. વિજયની સ્યુસાઇડ નોટમાં સંજય , દીપક, અસલમ, રાજેન્દ્ર શરાફ, ગોપાલ, નિલેશ પંચાલ, વિનય અગ્રવાલ, કમલેશ, ઋષભ, વિક્રમ અને યશ નામના વેપારીઓનો ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે પોલીસ કાર્યવાહી હાથ ધરી વઘુ તપાસ કરી રહી છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular