Monday, April 27, 2026
HomeGujarat'ક્યારે કોની જોડે પરણવું, ક્યારે બાળક પેદા કરવું, બધું મોદીજીના હાથમાં છે':...

‘ક્યારે કોની જોડે પરણવું, ક્યારે બાળક પેદા કરવું, બધું મોદીજીના હાથમાં છે’: દીકરીઓની લગ્નની ઉંમરમાં વધારો થતાં બોલ્યા મહિલા સાંસદ’

- Advertisement -

નવજીવન.નવી દિલ્હીઃ કેબિનેટે છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. સૂત્રોને આ માહિતી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહિલાઓનાં લગ્નની ઉંમર બદલવા માટે સરકાર હાલના કાયદાઓમાં સુધારો કરશે. સરકારના આ પગલા પર દેશની મહિલા સાંસદોના વલણ અલગ અલગ છે. વિરોધ પક્ષોની મહિલા સાંસદોએ તેનો વિરોધ કર્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત કૌર રાણાએ કેબિનેટના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે હવે છોકરીઓને વધુ અધિકારો મળશે.



તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડોલા સેનએ સરકારના આ પગલાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, “જુઓ, ખોટુ નહીં લગાડો. મોદી રેજિમ ચાલી રહ્યું છે. જો મોદી હોય તો શક્ય છે. સ્ત્રીઓ શું માને છે. તે ખરાબ હોય કે સારુ. તેનાથી તેમને શું ફરક પડે છે? આપણે શું ખાઈશું અથવા શું પહેરીશું… તમે કેટલા વર્ષે લગ્ન કરશો. બધું મોદીજીના હાથમાં છે.”

તેમણે કહ્યું કે કાશ્મીરની વાત આવે ત્યારે પણ અમે કહ્યું કે આપણે મતદાન કરવું જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ. તમારો અભિપ્રાય શું છે. તેઓ હેડ માસ્ટર નથી. દેશની મહિલાઓને પહેલા આ અંગે અભિપ્રાય મેળવવો જોઈએ, તેઓ શું ઇચ્છે છે?

- Advertisement -

શિવસેનાનેતા અને રાજ્યસભાના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે ,”જે પણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, મહિલાઓને પૂછ્યા વગર. તેમના અભિપ્રાય લાધા વગર. જ્યારે મતદાનની ઉંમર (મતદાન 18 વર્ષ હોય છે), લગ્ન માટે 21 વર્ષ હોય છે. મંત્રીમંડળ નક્કી કરશે કે કેટલું ભણવું, કોની સાથે લગ્ન કરવા, ક્યારે બાળક કરવું… તો સ્ત્રીઓ શું કરશે? બાળલગ્ન પણ વધ્યા છે.”

કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ કહ્યું કે, “ભાજપ પાસે અત્યારે સ્પષ્ટ બહુમતી છે. તેઓ એવો કાયદો કેમ નથી લાવતા કે મહિલાઓને સંસદ અને વિધાનસભામાં અનામત મળે? સ્ત્રીઓ વિશે સ્ત્રીઓને નક્કી કરવા દો. મહિલાઓ વિશે બિલ લઈને તેમને તાકાત આપો. તેઓ પર વસ્તુઓ લાદી ન દો.”



લોકસભા સાંસદ નવનીત રાણાએ મહિલાઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના કેબિનેટના નિર્ણયને આવકાર્યો હતો. નવનીત રાણાએ જણાવ્યું હતું કે છોકરીઓને હવે વધુ અધિકારો મળશે… લગ્ન વિશે નિર્ણયો લેવા, અભ્યાસ પૂર્ણ કરવા. ભારતીય સમાજે પણ આ માટે તૈયાર રહેવું પડશે. તેમાં સમય લાગશે. લગ્નની ઉંમર 16થી 18 વર્ષની હતી ત્યારે પણ ઘણાને સ્વીકારવામાં સમય લાગ્યો હતો.

સહાભાર: NDTV

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular