પ્રશાંત દયાળ (ભાગ-61 દીવાલ) : કોર્ટની કાર્યવાહી પુર્ણ થયા બાદ તમામ આરોપીઓને લઈ જેલ પોલીસ પરત તેમને બેરેક Barracks માં મુકવા જઈ રહી હતી. જો કે આજે પોલીસવાળા કેદી Prisoner ઓથી ખુબ દુર ચાલી રહ્યા હતા, તેમને હવે આ કેદી Prisoner ઓને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક નવા આક્ષેપો તેમની ઉપર થાય નહીં, આ બધામાં સૌથી ખીન્ન યુનુસ Yunus હતો, તેને સમજાતુ હતું કે મહંમદ Muhammad ઈરાદાપુર્વક તેણે બનાવેલી યોજના પ્રમાણે કોર્ટમાં પોલીસ અને જેલ Jail અધિકારીઓ ઉપર આરોપ મુકી રહ્યો છે, પણ તેણે કુરાનના પાના ફાડયા તે તેને જરા પણ પસંદ આવ્યું ન્હોતું. મહંમદ Muhammad અન્ય મુસ્લિમો જેટલો ધાર્મિક ન્હોતો, પણ કુરાન દરેક મુસ્લિમ માટે પવિત્ર છે.
તેનો ઉપયોગ કરી મહંમદે Muhammad પોલીસને બદનામ કરવાની જરૂર ન્હોતી, તે બેરેક Barracks તરફ ચાલી રહેલા કેદી Prisoner ઓમાં સૌથી અલગ રહ્યો હતો, યુનુસ Yunus નારાજ અને ગુસ્સામાં છે તે બીજા કોઈને ખબર પડે કે નહીં પણ મહંમદ Muhammad તે સમજી ગયો હતો. બેરેક Barracks તરફ જતી વખતે મહંમદે Muhammad તેની તરફ અનેક વખત જોયું, પણ યુનુસ Yunus જમીન તરફ જોઈ ચાલી રહ્યો હતો, પોલીસ તેમને બેરેક Barracks ના કેમ્પસમાં છોડી જતી રહી, હજી બંદી થવાની વાર હતી એટલે બીજા કેદી Prisoner ઓ કેમ્પસમાં વોલીબોલ Volleyball રમી રહ્યા હતા. મહંમદ Muhammad ખુશ હતો તેણે બીજા કેદી Prisoner ઓને વોલીબોલ Volleyball રમતા જોઈ, કહ્યું ચાલો આજે હું પણ રમીશ અને તે વોલીબોલ Volleyball રમવા જતો રહ્યો. મહંમદ Muhammad ના કેટલાક સાથીઓ બેરેક Barracks માં ગયા તો કેટલાંક વોલીબોલની રમત જોવા માટે ઊભા રહી ગયા પણ યુનુસ Yunus કેમ્પસમાં આવેલા ઝાડના ઓટલા ઉપર જઈ બેઠો, તે ગુમસુમ હતો. તેને લાગી રહ્યું હતું કે તે પોતાની સાથે દાવો કરી રહ્યો હતો કે 8માંથી સૌથી વધુ કોઈ મહંમદ Muhammad ને ઓળખતુ હોય તો તે પોતે હતો પણ આજે તેને લાગી રહ્યું હતું કે તેણે મહંમદ Muhammad ને ઓળખ્યો જ નથી.
મહંમદ Muhammad વોલીબોલી Volleyball રમી રહ્યો હતો, પણ તેનું ધ્યાન યુનુસ Yunus તરફ હતું, તે દરેક બોલ રમતા રમતા યુનુસ Yunus સામે જોઈ રહ્યો હતો, મહંમદ Muhammad ને તેન નારાજગીનું કારણ પણ ખબર હતી. તેને ખબર હતી કે જ્યારે તે યુનુસ Yunus ને સાચુ કારણ કહેશે તો તેનો ગુસ્સો ઉતરી જશે, તે કદાચ ઈરાદાપુર્વક યુનુસના ગુસ્સાને લંબાવવા માગતો હતો. લગભગ અડધો કલાક થયો હશે ત્યારે વોર્ડને કહ્યું ચાલો રમત બંધ કરો. કારણ હવે જમાવાનું આવવાની તૈયારી હતી, રમત બંધ થયા પછી મહંમદ Muhammad યુનુસ Yunus જ્યાં બેઠો હતો તેની બાજુના પાણીના નળ ઉપર હાથ-પગ ધોવા માટે આવ્યો, તેણે હાથ ધોતા મઝાકમાં પુછ્યું યુનુસમીયા Yunusmiya આપકી બકરી મર ગઈ ક્યાં, ક્યો મુંહ લટાકા કે બેઠો હો… યુનુસે તેને કોઈ જવાબ આપ્યો નહીં, મહંમદે Muhammad ફરી કહ્યું જનાબ હમ આપસે બાત કરતે હૈ, જવાબ તો દિજીયે. યુનુસે માથુ ઊંચુ કરી જોયું, મહંમદ Muhammad ની પાસે બીજા કેદી Prisoner ઓ પણ ઊભા હતા તે મહંમદ Muhammad નો સંવાદ સાંભળી હસી રહ્યા હતા.
યુનુસ Yunus તેમની હાજરમાં તે કોઈ જવાબ આપવા માગતો ન્હોતો. મહંમદ Muhammad ભીના હાથ અને મોંઢુ પોતાની ઉપરણથી લુંછતો લુંછતો યુનુસની બાજુમાં આવી ઓટલા ઉપર બેઠો, યુનુસે Yunus જ વાત શરૂ કરતા કહ્યું. મેજર આજ જો હુવા મુઝે જરા ભી અચ્છા નહીં લગા. મહંમદે Muhammad નિદોર્ષ બાળકની જેમ પુછ્યું ક્યા અચ્છા નહીં લગા. યુનુસ Yunus તેને સામે જોવા લાગ્યો તેને ગુસ્સો આવ્યો, કારણ તેને ખબર હતી કે મહંમદ Muhammad પણ જાણતો હતો કે કઈ વાતની નારાજગી છે, મહંમદે Muhammad કઈ પણ બોલ્યા વગર ફાટેલા પાના પોતાના ખીસ્સામાંથી કાઢયા, અને હસવા લાગ્યો. યુનુસ Yunus ને લાગ્યું કે ખરો નાસ્તીક માણસ છે કુરાનના ફાટેલા પાના હાથમાં રાખી આ માણસ હસી રહ્યો છે. મહંમદે Muhammad કહ્યું યુનુસભાઈ Yunus આપ ભી વો જજ ઔર પુલીસવાલો કી તરફ બેવકુફ હો, યુનુસ Yunus આશ્ચર્ય સાથે તેની સામે જોવા લાગ્યો, તેણે ફાટેલા પાના બતાડી પુછ્યું યહ કુરાન કે પન્ને હૈ, યુનુસ Yunus ને કઈ ખબર પડી નહીં, મહંમદ Muhammad ફરી લુચ્ચુ હસ્યો તેણે યુનુસ Yunus ના કાન પાસે મોંઢુ લાવી કહ્યું પાગલ યહ તો મૌલાના વારસીને લીખી ઉર્દુ કિતાબ કે પન્ને હૈ, યહ કુરાન કે પન્ને નહીં હૈ. મુઝે પતા થા જુઠ ઈતને કોન્ફીડન્સ કે સાથ બોલો કી સામને વાલા સચ માનને લગે… યુનુસ Yunus તેની સામે જોવા લાગ્યો મહંમદે કહ્યું મેને જબ કહા યહ કુરાન હૈ, તો ના તો કોર્ટને ના તો પુલીસને એક બાર હિંમત કરકે ફટે પન્ને દેખને કી કોશીશ ભી નહીં કી, મહંમદ Muhammad તે કાગળના ટુકડા ફરી ખીસ્સામાં મુકતા કહ્યું તુમ્હે લગતા હોગા કી મેંને એસા ક્યું કિયા, તો દેખો મેરા કરતબ અબ રંગ લાયેગા, એકઝેટલી મુઝે ભી પતા નહીં, ક્યાં હોગા લેકીન ઈતના તય હૈ કી અબ ના તો જેલવાલે ઔર ના તો પુલીસ વાલે અપની તલાશી લેને કી હિંમત કરેંગે.
કોર્ટ દ્વારા આઈજીપી IGP ને તપાસ કરવાનો આદેશ મળતા આઈજીપી IGP પોતાની ખુરશીમાં ઊભા થઈ ગયા હતા, તેમને એસીમાં પણ પરસેવો થઈ ગયો હતો. તેમણે તરત એક મીટિંગ બોલાવી હતી, જેમાં જેલર કૌશીક પંડયા Jailer Kaushik Pandya પણ હતા. આજે કોર્ટે જે નજરે તેમની સામે જોયું તેના કારણે તેમનું બ્લડ પ્રેસર તો પહેલાથી જ ઉપર જતુ રહ્યું હતું, હવે તેમને લાગી રહ્યું કે આઈજીપી IGP પણ દમ પરેડ કરશે અને થયું પણ તેવું જ મીટિંગ શરૂ થતાં આઈજીપી IGP એ ગુસ્સામાં કહ્યું પંડયા Pandya મને લાગે છે કે તમે જેલર Jailer થવાને લાયક જ નથી, તમને તો ફરી જેલ સીપાઈ બનાવી દેવા જોઈએ, પંડયા Pandya પોતાનો બચાવ કરવા જાય તે પહેલા સુપ્રીટેન્ડન્ટ વસાવા પણ તેમની ઉપર ઉકળ્યા, તેમણે આઈજીપી IGP ને સંબોધતા કહ્યું સર મેં પંડયાને અનેક વખત કહ્યું આ મીયાઓથી દુર રહો પણ તેમને પણ પોતાની બહાદુરીની કથાઓ સંભાળાવવાનો બહુ શોખ છે.
પંડયા એક વખત આઈજીપી IGP તરફ જોતા અને એક વખત વસાવા સામે જોતા હતા, પંડયા Pandya ને અંદરથી એવો ગુસ્સો આવી રહ્યો કે વસાવા સાહેબને જઈ બે લાફા મારી દે. જેલમાં કઈ સારૂ થાય તો તેની ક્રેડીટ પોતે લેતા હતા અને ખરાબ થાય તો પંડયા ઉપર દોષ ઢોળી દેતા હતા. જો કે ત્યાર બાદ હવે બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા કોર્ટમાં થઈ રહેલી ફરિયાદનો કાયમી અંત આણવા માટે શું થઈ શકે તેની ચર્ચાનો દૌર શરૂ થયો, મીટિંગમાં હાજર જુદા જુદા અધિકારીઓ પોતાનો મત આપી રહ્યા હતા, આખરે આઈજીપી IGP એ પોતાનો નિર્ણય જાહેર કર્યો. જો કે આ નિર્ણય સાચો છે કે ખોટો તે કહેવાની હિંમત કોઈ અધિકારીમાં ન્હોતી. આઈજીપી IGP એ કહ્યું આ નિર્ણયનો હમણાં જ અમલ થઈ જવો જોઈએ એક કલાકમાં બધુ જ કામ પુરૂ થઈ જવું જોઈએ. પંડયા તમે હમણાં જેલમાં જવા રવાના થાવ, પંડયા મીટિંગમાંથી નિકળી સાબરમતી જેલ Sabarmati Central Jail માં બ્લાસ્ટ કેસના આરોપીઓ જે બેરેકમાં હતા તે જોવા નિકળ્યા તેમની પાસે બીજા 10 પોલીસ જવાનો પણ હતા. પંડયા જ્યારે બેરેક Barracks માં પહોંચ્યા ત્યારે કેદી Prisoner ઓએ પોતાનું જમવાનું પુરૂ કરી નાખ્યું હતું તેઓ પોતાની બંદી થાય તે પહેલાની થોડીક ક્ષણો બેરેક Barracks ની બહાર ગાળી રહ્યા હતા. મોટી સંખ્યામાં જેલર કૌશીક પંડયા Jailer Kaushik Pandya ને આવતા જોઈ કેદી Prisoner ઓને આશ્ચર્ય થયું, તેમણે મહંમદ Muhammad ને કહ્યું તમારો અને તમારા સાથીઓનો સામાન પેક કરો…
(ક્રમશ:)
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









