નવજીવન. અમદાવાદઃ ગુજરાતમાં સતત કોરોનાનો આંકડો વધી રહ્યો છે. ગઇકાલે જ્યારે કોરોનાનો આંકડો 5300 જેટલો હતો ત્યાં આજે પણ 5677 લોકો કોરોના સંક્રમિત થયા છે. બીજી બાજુ સરકારી આંકડા મુજબ 96.14 ટકા રિકવરી રેટ છે. આજ સુધીમાં કુલ 10128 વ્યક્તિ કોરોનાને પગલે મૃત્યુનો ભોગ બની ચુક્યા છે. હજુ પણ ગુજરાતમાં 22901 કુલ એક્ટિવ કેસ છે જેમાંથી હજુ પણ 25 વ્યક્તિ ગંભીર હાલતમાં વેન્ટીલેટર પર મૃત્યુ સામે લડી રહ્યા છે. 22876 કેસ હાલ સ્ટેબલ છે.
ગુજરાતમાં આજે નોંધાયેલા 5600થી વધુ કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 2567 છે. સુરતમાં 1670, વડોદરામાં 309 અને રાજકોટમાં 257 કેસ નોંધાયા છે. આ બાજુ ઓમિક્રોનના પણ 32 કેસ સામે આવ્યા છે. આ નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 13, આણંદમાં 5, વડોદરામાં 5, મહેસાણામાં 3 ભરૂચમાં 2 અને રાજકોટ, બનાસકાંા, કચ્છ, અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે. ઓમિક્રોનથી જ્યાં આજે 32 કેસ નોંધાયા છે ત્યાં તેની સામે લડીને 7 વ્યક્તિઓ ડિસ્ચાર્જ થયા છે. જેઓ સાતેય આણંદના છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ઓમિક્રોન કોરોના વેરિએન્ટના 236 કેસ કુલ નોંધાયા છે જેમાંથી 167 લોકો સાજા થયા છે અને તેમણે સ્વસ્થ થઈ પોતાની રાબેતા મુજબની જિંદગી શરૂ કરી છે. અહીં એ પણ બાબત જાણવા જેવી છે કે અત્યાર સુધી ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયેલા લોકો પૈકી એક પણ વ્યક્તિ મૃત્યુ પામ્યું નથી. જે તંત્ર અને લોકો માટે આવા સંકટના સમયમાં રાહતના સમાચાર માની શકાય તેમ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












