Friday, May 1, 2026
HomeGeneralભારતની પ્રથમ મુસ્લિમ શિક્ષિકાની જન્મજયંતિ પર ગૂગલે બનાવ્યું ડૂડલ, જાણો કોણ...

ભારતની પ્રથમ મુસ્લિમ શિક્ષિકાની જન્મજયંતિ પર ગૂગલે બનાવ્યું ડૂડલ, જાણો કોણ હતી ફાતિમા શેખ?

- Advertisement -

નવજીવન નવીદિલ્હીઃ શિક્ષણની ભાવના જગાવનાર ફાતિમા શેખની આજે જન્મજયંતિ છે. તેમનો જન્મ 9 જાન્યુઆરી 1831માં પુણેમાં થયો હતો. આ પ્રસંગે ગૂગલે ડૂડલ બનાવીને તેમનું સન્માન કર્યું હતું. ફાતિમા શેખને ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક માનવામાં આવે છે.



ફાતિમા શેખે મહાન સમાજ સુધારકો જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે સાથે મળીને 1848માં સ્વદેશી પુસ્તકાલયની સ્થાપના કરી હતી જે કન્યાઓ માટેની ભારતની પ્રથમ શાળાઓમાંની એક છે.ફાતિમા શેખે તેના ભાઈ ઉસ્માન સાથે પુણેમાં રહેતી હતી. આ દરમિયાન નીચલા સ્તરના લોકોમાં શિક્ષણનો પ્રકાશ જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખે સ્વદેશી પુસ્તકાલય દ્વારા દલિત અને મુસ્લિમ મહિલાઓના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું.

ફાતિમા શેખે દલિત સમુદાય અને મુસ્લિમ સમુદાયમાં શિક્ષણનો સંદેશ ફેલાવવા માટે જીવનભર ઘરે-ઘરે જઈને કામ કર્યું. જોકે, આ કામ તેના માટે સરળ નહોતું. ઘણી વખત તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેને અપમાનિત પણ થવું પડ્યું. પરંતુ શેખ અને તેના સાથીદારો અડગ રહ્યા. ભારત સરકારે 2014 માં ફાતિમા શેખની સિદ્ધિઓ પર નવો પ્રકાશ પાડ્યો અને અન્ય અગ્રણી શિક્ષકો સાથે ઉર્દૂ પાઠ્યપુસ્તકોમાં તેમના વિશે પાઠ આપવામાં આવ્યા હતા.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular