જય અમીન (નવજીવન. અરવલ્લી): ગુજરાતમાં સફાઈ કામદારોના હક્ક માટે લડત ચલાવતા ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગતે ૧ જાન્યુઆરીએ માલપુરથી ગાંધીનગર સુધી દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો છે. માલપુરથી ૧૨૦ કિમી દંડવત યાત્રા યોજી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપી સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નોને યોગ્ય ન્યાય આપવા રજૂઆત કરશે આ યાત્રા શનિવારે ધનસુરા પહોંચતા ધનસુરા પોલીસે જીલ્લામાં ૧૧૪ કલમ લાગુ હોવાથી લાલજી ભગતની અટકાયત કરતા વાલ્મિકી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. જો કે ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરેલા લાલજી ભગતને છોડી મુકતા દંડવત યાત્રા યથાવત રાખી હતી. સફાઈ કામદારો માટે યોજાયેલી દંડવત યાત્રા પર લગામ લગાવવા ગાંધીનગરથી આદેશ મળતા ધનસુરા પોલીસે લાલજી ભગતની અટકાયત કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતની માલપુરથી પ્રસ્થાન થયેલી દંડવત યાત્રાને સમગ્ર ગુજરાતના વાલ્મિકી સમાજનું સમર્થન મળી રહ્યું છે તેમજ કોંગ્રેસના ધારાસભ્યોનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે ૭ દિવસની દંડવત યાત્રાને ઠેર ઠેર આવકાર મળતા અને વાલ્મિકી સમાજના અગ્રણીઓ ગુજરાતમાંથી પહોંચી દંડવત યાત્રાને પ્રોત્સાહિત કરવા પહોંચતા સરકાર માટે ગળાનું હાડકું બની રહે તેવી સ્થિતિ પેદા થઇ છે ત્યારે દંડવત યાત્રા ધનસુરા પહોંચતા પોલીસે દંડવત યાત્રા અટકાવી લાલજી ભગતની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા જો કે પોલીસે અટકાયત કરેલા લાલજી ભગતને છોડી દીધા હતા લાલજી ભગતની પોલીસે અટકાયત કરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો
માલપુરથી ગાંધીનગર દંડવત યાત્રા કરતા લાલજી ભગત પોલીસે અટકાવતા કરતા શું કહે છે વાંચો
ગુજરાતમાં સફાઈ કામદારોના વિવિધ પડતર માંગણીઓ અને પ્રાણપ્રશ્નો અંગે માલપુરથી ગાંધીનગર સુધીની દંડવત પ્રણામ યાત્રા કરનાર લાલજી ભગતના જણાવ્યા અનુસાર ધનસુરા પોલીસે તેમની અટકાયત ઉપરી આદેશના પગલે કરી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસે અટકાયત કરી છોડી દેતા દંડવત યાત્રા યથાવત રાખી છે.
ધનસુરા પીએસઆઈ શું કહે છે
દંડવત યાત્રા કરનાર લાલજી ભગતની અટકાયત કરનાર ધનસુરા પીએસઆઈના જણાવ્યા અનુસાર હાલ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા ૧૪૪ કલમ લાગુ હોવાથી દંડવત યાત્રામાં ૧૪૪ કલમનો ભંગ થતો હોવાથી લાલજી ભગતની અટકાયત કરવામાં આવી હોવાનું અને તેમને છોડી દેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો
સફાઈ કામદારોની માંગણીઓ જેવી કે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવા, પ્રોવીડંડ ફંડ ચૂકવવા, મહેકમ પ્રમાણે સફાઈ કામદારોની તમામ જગા કાયમી ધોરણે ભરવા, રદ કરાયેલ શિક્ષણ ક્ષેત્રની ૨ ટકા અનામત લાગુ પાડવા, છુટા કરાયેલ સફાઈ કામદારોને ફરજ પર પરત લેવા, સમાજ માટે સોસાયટી બનાવવા અને વર્ગ-૪ ની ભરતી પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા સહિતની પડતર માંગો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












