Wednesday, April 22, 2026
HomeGujaratSurendranagarફરી જીવ ગયો અને તંત્ર મૌન છે ! સુરેન્દ્રનગરની ગેરકાનૂની ખાણમાં શ્રમિકનું...

ફરી જીવ ગયો અને તંત્ર મૌન છે ! સુરેન્દ્રનગરની ગેરકાનૂની ખાણમાં શ્રમિકનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar News: બેફામ બનેલા ખનીજ માફિયાઓ (Mining Mafia) અને નિષ્ઠુર સરકારી તંત્રને જાણે ગરીબ શ્રમિકોના જીવની કોઈ કિંમત જ ન હોય તેવી સ્થિતી સર્જાય છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) તાજેતરમાં જ ગેરકાયદેસર ચાલતી ખાણમાં (illegal mining) શ્રમિકો દટાઈ જતા એક શ્રમિકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને બે દિવસ નથી વિત્યા ત્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે ફરી એક શ્રમિક ગેરકાયદેસર ખાણમાં દટાઈને મોતને ભેટ્યો છે. આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, ખનીજ માફિયાઓને સ્થાનિક વહિવટી તંત્રનું સમર્થન મળે છે માટે થાનમાં બેરોટકટોક ખનીજ ચોરી ચાલી રહી છે અને શ્રમિકોનો જીવ જઈ રહ્યા છે.

મળતી વિગતો અનુસાર ગતરોજ બુધવારે રાત્રિના સમયે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના ખાખરાળી સીમ વિસ્તારમાં ગેરકાયદેસ ચાલી રહેલી કોલસાની ખાણમાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ખાણની અંદર કામ કરી રહેલા કેટલાક શ્રમિકો દટાઈ ગયા હતા જેમાંના એક શ્રમિકનું મોત નિપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. મૃતક જય કેશાભાઈ બોહકિયા સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ધારા ડુંગરી ગામના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ મહત્વની વાત છે કે આ બાબતે પોલીસ કે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિક તંત્રની કામગીરી પણ અગાઉની જેમ જ સવાલોથી ઘેરાયેલી છે.

- Advertisement -

આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયામાં થાન તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણમાં 4 શ્રમિકો મોતને ભેટ્યાં હોવા છતાં તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે વહીવટી તંત્ર સામે સવાલ થવા સ્વાભાવિક છે. મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારે ઘરનો મોભી સભ્ય ગુમાવતાં પરિવારના સભ્યો શોકમાં ગરકાવ છે. ભૂમાફિયા તથા વહીવટી તંત્ર દ્વારા પણ મજૂરોના પરિવારને કોઈ પ્રકારની સહાય આપવામાં આવી નથી. પેટાળમાંથી મળતો કાર્બોસેલ ભૂમાફિયાઓ માટે આશીર્વાદરૂપ છે. ગેરકાયદેસર ખનીજચોરી કરી ખનીજ માફિયા કરોડપતિ બની ગયા છે પણ ખાણમાં કામ કરતા શ્રમિકનું આ પ્રકારે મોત થાય ત્યારે પણ વહીવટી તંત્ર દ્વારા ખનીજ માફિયા સામે કોઈ પગલાં લેવાતા નથી, માટે પણ વહીવટી તંત્રની પ્રામાણકતા સામે મોટો સવાલ પેદા થાય છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular