નવજીવન ન્યઝ. જયપુર: એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha election 2024)નજીક આવી રહી છે. જ્યારે બીજી તરફ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી (Rajasthan Assembly Election) આવીને ઉભી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા રાજસ્થાનની સત્તા હાંસલ કરવા રાજકીય ગતિવિધી અને પ્રચાર પ્રસારને વેગ આપવાની શરૂઆત કરી દેવાઇ છે. આ તમામ તામજામ વચ્ચે ગતરોજ ભાજપ કાર્યાલય ખાતે ગતરોજ એખ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના સાંસદ રમેશ બિધુડીને (Ramesh Bidhuri) મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજસ્થાનની સત્તા કોંગ્રેસ પાસેથી આંચકી લેવા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ વિવિધ પ્રકારની રણનીતી સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે ગતરોજ જયપુરના કાર્યાલય ખાતે ભાજપના નેતાઓની સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં 25 જેટલા નેતાઓએ હાજીર આપી હતી અને ત્યારે વિવિધ પ્રકારની જવાબદારીઓ વિવિધ નેતાઓને સોંપવામાં આવી હતી. જેમાં હરિયાણાના ધારાસભ્ય મહિપાલ ધાંડાને હનુમાનગઢની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીના સાંસદ પરવેશ વર્માને જોધપુર ગ્રામીણ, પંજાબ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરને સીકરની જવાબદારી, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને જયપુર શહેરની જવાબદારી સોંપવામાં આવી છે.
પરંતુ મહત્વની વાત એ છે કે, તાજેતરમાં જ સંસદના સદનમાં બેફામ વાણી વિલાસ અને અપશબ્દોથી બસપાના સાંસદ દાનિશ અલીને પ્રતાડીત કરનાર સાંસદ રમેશ બિધુડીને પણ ટોંક જીલ્લાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના તમામ રાજકીય પક્ષો દ્વારા ભારે ઉહાપોહ મચી જવા છતાં સાંસદ રમેશ બિધુડીને માત્ર કારણ દર્શક નોટિસ આપી ભાજપે સંતોષ માન્યો હતો. જ્યારે સદનમાં આવી ગેરશિસ્ત મામલે હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
ત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ સાંસદ રમેશ બિધુડીને રાજસ્થાનના ટોંક જીલ્લાની કમાન એટલા માટે સોંપવામાં આવી છે કારણ કે ત્યાં ગુર્જર સમાજની વિશાળ વોટબેંક છે. આમ ગુર્જર રમેશ બિધુડી પોતે ગુર્જર સમાજમાંથી આવતા હોય ભાજપે તેમને કમાન સોંપી છે. હાલ ટોંક જિલ્લાની બેઠકોની વાત કરીએ તો આ વિસ્તારમાં વિધાસભાની કુલ ચાર બેઠકો છે જેમાંથી, એક કોંગ્રેસ નેતા સચિન પાયલટ પાસે છે. તેમજ સચિન પાયલટ પણ ગુર્જર સમુદાયમાંથી આવે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








