નવજીવન ન્યૂઝ. ઉત્તરપ્રદેશ: દેશના દરેક રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જે તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના શિરે હોય છે. માટે રાજ્યના શાસનકર્તા દ્વારા સમયાંતરે કાયદો અને વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે સમયાંતરે બેઠકો યોજવામાં આવતી હોય છે. આવી જ એક બેઠકનું આયોજન યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) દ્વારા કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં યોગીએ એક એસ.પી.નો બરોબરનો ઉધડો લઈ લીધો હોવાના અહેવાલ છે.
યુ.પી.ના આંબેડકરનગરમાં તારીખ 15 સપ્ટેમ્બરના રોજ એક વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આરોપીઓએ વિદ્યાર્થીને બાઈક નીચે કચડી હત્યા નિપજાવી હોવાની વાત સામે આવી હતી. આ મામલે પોલીસે આરોપી ફૈઝલ, અરબાજ અને શાહબાજની ધરપકડ પણ કરી છે. પરંતુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર યુ.પી.માં પડ્યા છે. જેના પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુધી પણ આ ઘટના પહોંચી હતી.
આ ઘટના બાદ જ્યારે યુ.પી.માં મુખ્યમંત્રી દ્વારા કાયદો અને વ્યવસ્થાની ચર્ચા માટે બેઠક યોજવામાં આવી હતી તેમાં યોગીના આકરા તેવર જોવા મળતા પોલીસ અધિકારીઓ સ્તબ્ધ બની ગયા હતા. આ બેઠકમાં રાજ્યભરના એસ.પી. ડીવાયએસપી અને પી.આઈ કક્ષાના અધિકારીઓ પણ હાજર હતા. દરમિયાન બેઠકમાં વિદ્યાર્થીની હત્યા મામલે ચર્ચા ચાલી ત્યારે યોગીએ IPS અજીતસિંહને આ મામલે સવાલ કર્યો હતો. પરંતુ એસ.પી. અજીતસિંહ સંતોષકારક જવાબ નહીં આપી શકતા યોગી ભડક્યા હતા અને કહ્યું હતું કે, શું તમે ગુનેગારોની આરતી ઉતારી રહ્યા હતા? સાથે જ યોગીએ અધિકારીઓને કડક અને સુદ્રઢ કામગીરી માટે સૂચન કરતા ફિલ્ડ પોલીસીંગમાં મહિલાઓની ભાગીદારી વધારવા પણ જણાવ્યું હતું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








