નવજીવન ન્યૂઝ.કચ્છઃ સામાન્યતઃ પોલીસ જ નહીં આપણા દેશનો મોટા ભાગના વર્ગ પૈકીનો એક નોકરિયાત વર્ગ છે, પોતાના પરિવાર સાથે જેટલો સમય વ્યતિત કરે છે તેવો જ દિવસ દરમિયાન કે કામ દરમિયાન પોતાના સ્ટાફ સાથે પણ કરે છે પરંતુ અહીં લાગણીના તાંતણે ઘણા ઓછા લોકો બંધાય છે. સ્ટાફને પણ પરિવાર માટે લાગણી બંધાવી તે પણ એક જાણે આશ્ચર્ય છે, કારણ આવું બહું ઓછું જોવા મળતું હોય છે અને તે પણ પોલીસમાં? પરંતુ આવું બન્યું છે. કચ્છના એક એસઆઈના ફરજ દરમિયાન અવસાન સમયે એસપી સૌરભ સિંગ સહિતનો સ્ટાફ તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે કાંધ આપવા પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ કચ્છ પોલીસના એએસઆઈ (આ.સબ.ઈન્સ) મહેશ્વરી મેઘજીભાઈ ફરજ દરમિયાન અવસાન પામ્યા હતા. દરમિયાન એસપી સૌરભ સિંગ પોલીસ કર્મચારીના વતન પહોંચ્યા હતા અને ત્યાં જઈ તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી અને શ્રદ્ધાંજલી આપી હતી. જોકે અહીં તેમની સાથેની આત્મીયતા પણ જોવા મળી હતી. તેમણે મેઘજીભાઈની સ્મશાનયાત્રામાં કાંધ આપી સ્ટાફ પ્રત્નેની પરિવારની ભાવનાનું ઉદાહરણ ઊભું કર્યું હતું. સહકર્મચારીઓ અને તેમના પરિવાર સાથે તેમના દુખોમાં સહભાગી થતા અધિકારીઓ ઘણા જ ઓછા જોવા મળે છે.
Video: ASIના નિધન પછી SP સૌરભ સિંગે તેમના વતન જઈ સ્ટાફ સાથે આપી કાંધ, 'આ પણ મારો પરિવાર'@GujaratPolice @SPWestKutch @sanghaviharsh pic.twitter.com/HNznzCWFpf
— Navajivan News (@NavajivanNews) May 11, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











