નવજીવન ન્યૂઝ. પંચમહાલ: ગુજરાતનાં પંચમહાલ જિલ્લાના શિવરાજપૂર વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં લગભગ એક વર્ષ પહેલા પંચમહાલ LCB દ્વારા રેડ પાડવામાં આવી ત્યારે રિસોર્ટમાં જુગાર રમતા 26 લોકોની ધરપકડ કરવાં આવી હતી જેમાંથી એક ગુજરાતનાં માતરના ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પણ હતા. હવે એક વર્ષ પછી હાલોલ કોર્ટ દ્વારા પકડાયેલા તમામને સજા સંભળાવવામાં આવી છે.
1 જુલાઇ 2021ના રોજ પંચમહાલ જિલ્લા LCB પોલીસ દ્વારા બાતમીના આધારે શિવરાજપૂર વિસ્તારમાં આવેલા જાજીરા રિસોર્ટમાં રેડ પડી હતી. રેડ દરમિયાન પોલીસને જુગાર રમતા 26 લોકો મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલા 26 લોકોમાં કુલ 7 મહિલાઓ જેમાંથી 4 વિદેશી મહિલાઓ છે. પોલીસ દ્વારા તે સમયે રિસોર્ટમાં રેડ દરમિયાન લુક એક કરોડથી પણ વધારે કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે જાજીરા રિસોર્ટમાં આમદવાદનો વાલજી પટેલ નામનો એક વ્યક્તિ રિસોર્ટમાં જુગારધામ ચલાવતો હતો.
કોર્ટમાં સુનાવણી દરમિયાન 26 માંથી 24 લોકો હજાર રહ્યા હતા. કોર્ટે જાજીરા રિસોર્ટનો પરવાનો પણ રદ કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત 26 આરોપીઓને કલામ 4 મુજબ 2 વર્ષની સજા અને 3 હજારનો દંડ તથા કલામ 5 મુજબ 6 માસની સજા અને 1 હજાર રૂપિયા દંડની સજા આપવામાં આવી છે. જે મુજબ ભાજપના માતર વિસ્તારના MLA કેસરીસિંહ સોલંકીને પણ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.