CJP leaders Saurav Das and Ashutosh Ranka sent to Tihar Jail : 50 હજારના જામીન (Peace Bond) પર મુક્ત થયેલા CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ જંતર મંતર પર પરવાનગી વિના પ્રવેશ કરતા તેમની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. સૌરવ અને આશુતોષને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) અદાલતે આજે જામીનની શરતના ભંગ તેમજ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવા બદલ 5 દિવસ માટે તિહાડ જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો છે. કોકરોચ જનતા પાર્ટીના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) ના રાજીનામાને લઈને 10 ઓક્ટોબરના રોજ વિરોધ પ્રદર્શન યોજાય તે પહેલાં જ દિલ્હી પોલીસે CJP નેતાઓને ઉઠાવી લીધા હતા અને તેમને 50 હજારના જામીન પર એક વર્ષ સુધી શાંતિ ભંગના કોઈપણ કેસમાં સામેલ નહીં થવાની શરતે મુક્ત કરાયા હતા.
ગત 10 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત એક કેસમાં, CJP ના સ્થાપકો અભિજીત દિપકે, સૌરવ અને આશુતોષને બીજા દિવસે 50 હજાર રૂપિયાના શાંતિ બોન્ડ અને એક વર્ષ સુધી શાંતિ ભંગના કોઈપણ કેસમાં સામેલ નહીં થવાની શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, આ વખતે, સૌરવ અને રાંકા પર પરવાનગી વિના જંતર-મંતરમાં પ્રવેશવાનો અને બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. 12 ઓક્ટોબરના રોજ સરકારે જંતર-મંતરને નિયુક્ત વિરોધ સ્થળ તરીકે રદ કરી દીધું, જેનો અર્થ એ થયો કે ત્યાં વિરોધ પ્રદર્શન થઈ શકે નહીં. જોકે, બીજા દિવસે 13 ઓક્ટોબરના રોજ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અન્ય એક CJP કાર્યકર્તા અજિંક્ય શિંદે ગેટ કૂદીને જંતર મંતર ખાતે પ્રવેશી ત્રિરંગો લહેરાવ્યો હતો. આ સમયે દિલ્હી પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. અત્રે નોંધનીય છે કે, અજિંક્ય શિંદેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.








