નવજીવન ન્યૂઝ.આંધ્ર પ્રદેશઃ આંધ્ર પ્રદેશમાં અસાની તોફાન (Cyclone Asani)ને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. પ્રદેશના કાકીનાડામાં અસાની ચક્રવાતના કારણે તેજ હવાઓ ચાલી રહી છે. સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠી રહી છે. પ્રદેશના વિવિધ હિસ્સાઓમાં સવારથી જ વરસાદ થઈ રહ્યો છે. IMD (INDIA METEOROLOGICAL DEPARTMENT) અનુસાર તીવ્ર ચક્રવાત અસાની બુધવારે સહેજ નબળું પડ્યું કારણ કે તે ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું. દરમિયાન, રાજ્યના શ્રીકાકુલમમાં સુન્નાપલ્લી સી હાર્બર ખાતેથી સોનાનો રંગનો રથ મળ્યો છે.
મળતી માહિતી મુજબ મંગળવારની સાંજે સોનાના કલરના પડવાળો સુંદર રથ સમુદ્રના મોજામાં વહેતો અહીં આવ્યો હતો. એક ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, નૌપાડાના એસઆઈએ કહ્યું કે તે કોઈ અન્ય દેશમાંથી આવ્યો હોઈ શકે છે. અમે ઈન્ટેલિજન્સ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે સ્થાનિક ગ્રામજનો રથને દોરડાથી બાંધીને કિનારે લઈ ગયા હતા. રથનો આકાર દક્ષિણપૂર્વ એશિયાના દેશોના મઠ જેવો છે. ચક્રવાત અસાનીની અસરને કારણે રથ ભટક્યા બાદ અહીં પહોંચશે તેવો અંદાજ છે.
#WATCH | Andhra Pradesh: A mysterious gold-coloured chariot washed ashore at Sunnapalli Sea Harbour in Srikakulam y'day, as the sea remained turbulent due to #CycloneAsani
SI Naupada says, "It might've come from another country. We've informed Intelligence & higher officials." pic.twitter.com/XunW5cNy6O
— ANI (@ANI) May 11, 2022
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત અસાની પહેલાથી જ તીવ્રતાના મહત્તમ તબક્કાને પહોંચી ગયું છે અને હવે તે ધીમે ધીમે નબળું પડી રહ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











