Thursday, April 16, 2026
HomeGeneralગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પણ પેન્શનને મુદ્દે કર્મચારીઓએ દેખાવ કર્યા..

ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પણ પેન્શનને મુદ્દે કર્મચારીઓએ દેખાવ કર્યા..

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કચ્છ : નવી પેન્શન યોજનાનો વિરોધ કરીને જૂની યોજના મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને લાભ મળે તે માટે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન થયા હતા. સૌથી મોટા જિલ્લા કચ્છમાં પણ મુખ્ય મથક ભુજ સહિત દસેય તાલુકા મથકોએ પણ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શિક્ષકોથી માંડીને મહેસુલી, ન્યાય મંદિર, પોલીટેક્નિક વગેરેનાં કર્મચારીઓ આ દેખાવમાં જોડાયા હતા.



ગુજરાતની આસપાસના તેમજ ભારત રાષ્ટ્રના અનેક રાજયોમાં જુની પેન્શન યોજના અમલમાં છે ત્યારે ગુજરાતના શિક્ષકોને પણ જુની પેન્શન યોજનાનો લાભ મળવો જ જોઈએ. જે રાષ્ટ્રના ભાવિ નિર્માતા છે તે જ પોતાના ભાવિ માટે ભયંકર ચિંતીત છે કારણકે સાંપ્રત NPS યોજના અંતર્ગત તો એક દિવસનો પણ ખર્ચ ન નિકળે તેટલું પેન્શન મળવાપાત્ર થાય છે જે અન્યાયી પેન્શન યોજના છે માટે NPS યોજના તાત્કાલિક રદ કરી OPS પેન્શન યોજના શરૂ કરવામાં આવે તથા તેના લાભો આપવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાત રાજય, જિલ્લા તેમજ તાલુકા ઘટકના મોટા પ્રમાણમાં શિક્ષકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.



ભુજમાં કલેક્ટર કચેરી સહિતની રાજ્ય સરકારની ઓફિસીસમાં કર્મચારીઓએ કાળી પટ્ટી લગાવીને તેમની લાગણી પ્રદર્શિત કરી હતી. ગુજરાત રાજય, કચ્છ જીલ્લા તેમજ ગાંધીધામ તાલુકા શિક્ષક સંઘના આહ્વાનથી શુક્રવારે પહેલી એપ્રિલનાં રોજ ગાંધીધામની શ્રી જુની સુંદરપુરી પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો પણ જુની પેન્શન યોજનાના લાભો મળે તે માટે આંદોલનમાં જોડાયા હતા. જેમાં શાળા સમયથી પહેલાં ૧૫ મિનિટ અને શાળા સમય બાદ ૧૫ મિનિટ વધુ રોકાઈ તેમજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રગટ કર્યો હતો. જેમાં શાળાના આચાર્ય હિરેનભાઈ પંચાલ, દિપમાલાબેન અગ્રવાલ, રશ્મિબેન પરમાર, હેતલબેન દવે, બીનાબેન રામી, રેશ્માબેન મુરજાણી, રમેશભાઈ કબીરા, ચમનભાઈ સિરેસિયા, વિદ્યાબેન કેસરિયા, જશોદાબેન સોલંકી, હેમાબેન જોષી, શિતલબેન બાટી વગેરે જોડાયા હતા. અને રાજ્ય સરકારની નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો હતો.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular