Thursday, April 16, 2026
HomeGeneralરાજકોટ પોલીસ કમિશનરની ખુરશી હજુ પણ ખાલી રખાઈ, 77 IPSની બદલી જાણો...

રાજકોટ પોલીસ કમિશનરની ખુરશી હજુ પણ ખાલી રખાઈ, 77 IPSની બદલી જાણો કોણ ક્યાં મુકાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી IPS ની બદલીની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે રાજ્યમાં હવે એક સાથે 77 જેટલા IPS અધિકારીની બદલી કરતા અટકળોનો અંત આવ્યો છે. પરંતુ ચોક્કસ શહેરોના મુખ્ય હોદ્દાઓની બદલી થવાની વાત પર પુર્ણ વિરામ જોવા મળ્યો નથી. ઉપરાંત રાજકોટમાં વિવાદીત પૂર્વ પોલીસ કમીશનર મનોજ અગ્રવાલને જુનાગઢ ટ્રેનિંગ સેન્ટર બદલી કર્યા બાદ આ બદલીઓ સાથે જ રાજકોટમાં નવા કમિશનરની પણ નિયુક્તી થશે તેવી ચર્ચા ચાલી હતી. પરંતુ આ ટ્રાન્સફર ઓર્ડરમાં રાજ્યના એક પણ શહેરના કમિશનરની બદલી જોવા મળી નથી.



ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કથિત તોડકાંડના આક્ષેપ બાદ જુનાગઢ પોલીસ ટ્રેનીંગ સેન્ટર ખાતે મુકવામાં આવ્યા છે, પરંતુ રાજકોટને ત્યારથી આજદીન સુધી હજુ પોલીસ કમિશનર મળ્યા નથી. હાલ રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર ઈન્ચાર્જ તરીકે ખુર્શીદ અહેમદ જવાબદારી નિભાવી રહ્યાં છે.

વિધી ચૌધરી DCP ઝોન-3 સુરત શહેરની બદલી થતા વેકેન્ટ એક્સ કેડક પોસ્ટ જોઈન્ટ ડિરેક્ટર ઓફ પ્રોસેક્યુસન ગાંધીનગર મુકાયા. વિશાલકુમાર વાઘેલા SP CID ગાંધીનગર બદલી કરી સાબરકાંઠા એસ.પી. તરીકે નિમણૂંક.જયપાલસિંહ રાઠૌર ભાવનગર SP ની બદલી કરી રાજકોટ રૂરલ SP તરીકે નિમણૂંક.ડો. લીના પાટીલ SP પંચમહાલ ની બદલી કરી ભરૂચ એસ.પી તરીકે નિમણૂંક. શ્વેતા શ્રીમાળી એસ.આર.પી.એફ. ગ્રુપ 17 જામનગર થી બદલી પામી એસ.પી. વેસ્ટર્ન રેલ્વે પોલીસ અમદાવાદમાં નિમણૂંક. નિર્લિપ્ત રાય એસ.પી. અમરેલી બદલી થતા સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરમાં નિમણૂંક.



દિપક મેઘાની ડેપ્યુટ કમિશનર વડોદરા ઝોન- 1 બદલી થતા ADC ટુ HE ગવર્નર ઓફ ગુજરાત રાજભવન ગાંધીનગર ખાતે મુકાયા. મહેન્દ્ર બાગરીયા SP સુરેન્દ્રનગર ની બદલી થતા એસ.પી. કચ્છ (પુર્વ)માં નિમણૂંક કરાયા. સુનિલ જોશી SP દેવભૂમી દ્વારકા બદલી કરી SP (ઓપરેશન) અમદાવાદમાં મુકાયા. હિતેષકુમાર જોયસર SP દાહોદ બદલી કરી સુરત ગ્રામ્ય એસપી તરીકે નિમણૂંક.તરૂણ દુગ્ગલ SP બનાસકાંઠાની બદલી કરી ગાંધીનગર એસ.પી. તરીકે મુકાયા. આ.વી. ચુડાસમા SP ભરૂચની બદલી કરી SRPF ગ્રુપ 9 વડોદરા નિમણૂંક.
આટ.ટી. સુસરા SP સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો કમ કોમ્પ્યુટર સેન્ટર થી બદલી કરી ડેપ્યુટી કમિશનર સુરત શહેર તરીકે નિમણૂંક પામ્યા. સુજાતા મઝમુદાર SP તાપી-વ્યારાથી બદલી પામી સ્ટેટ પોલીસ એકેડમી કરાઈ, ગાંધીનગર ખાતે મુકાયા. સુધીર કુમાર દેસાઈ વડોદરા ગ્રામ્ય SP ની બદલી કરી DCP રાજકોટ ઝોન-2 તરીકે નિમણૂંક કરાઈ. બલરામ મીણા SP રાજકોટ ગ્રામ્યની બદલી કરી દાહોદ SP તરીકે નિયુક્ત કરાયા.

- Advertisement -

ડો. કરણ રાજ વાઘેલા ડેપ્યુટી કમિશનર ઝોન – 3 વડોદરા સીટી ખાતેથી બદલી પામતા SP બોટાદ તરીકે નીયુક્ત કરાયા છે. હિમકર સિંઘ SP નર્મદાની બદલી કરી અમરેલી SP તરીકે મુકવા આવ્યા. રાહુલ ત્રીપાઠી SP ગીર સોમનાથની બદલી કરી SP મોરબી તરીકે નીયુક્ત કરવામાં આવ્યા. રોહન આનંદ સેન્ટ્રલ જેલ સુપ્રીટેન્ડન્ટની બદલી કરી SP વડોદરા (ગ્રામ્ય) ખાતે નિમણૂંક. યશપાલ જાગણીયા ADC ટુ HE રાજભવનથી બદલી કરી વડોદરા સીટીમાં ડેપ્યુટી કમિશનર ઝોન -3 તરીકે નીયુક્ત કરવામાં આવ્યા. એમ.જે. ચાવડા SP ગાંધીનગરની બદલી થતા ઈન્ટેલીજન્સ એસ.પી. ગાંધીનગર તરીકે નીયુક્ત કરવામા આવ્યા છે.



ઉષા રાડા SP સુરત (ગ્રામ્ય)ની બદલી કરી સુરત શહેરના ડેપ્યુટી કમિશનર તરીકે નીયુક્ત કરવામાં આવ્યા છે. ડો. પાર્થરાજસીંહ ગોહિલ SP મહેસાણા થી બદલી પામી ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) તરીકે રાજકોટમાં નિયુક્ત કરવામાં આવ્યા. મયુર પાટીલ SP કચ્છ (પૂર્વ) ગાંધીધામથી બદલી કરી નવી બનેલી SP (DCI) આઈબી તરીકે ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે. અક્ષયરાજ મકવાણા SP પાટણ ખાતેથી બદલી કરાતા બનાસકાંઠા ખાતે SP તરીકે નીયુક્ત કરવામાં આવ્યા છે.

એસ.આર. ઓડેદરા SP મોરબીની બદલી કરી SP સી.આઈ.ડી. (ક્રાઈમ) ગાંધીનગર તરીકે મુકવામાં આવ્યા છે. અચલ ત્યાગી DCP ઝોન – 5 અમદાવાદ ખાતેથી બદલી કરી મહેસાણા ખાતે SP તરીકે નીયુક્ત કરવામાં આવ્યા.પ્રશાંત અપ્પાસાહેબ સુમ્બે DCP સુરત શહેર ટ્રાફીક શાખામાંથી બદલી કરી SP નર્મદા તરીકે મુકવામાં આવ્યા છે. પ્રેમસુખ ડેલુ અમદાવાદના ઝોન-7ના ડેપ્યુટી કમિશનર અમદાવાદની બદલી કરી SP જામનગર તરીકે મુકાવામાં આવ્યા છે.

રવીન્દ્ર પટેલ DCP ઝોન -1 અમદાવાદ શહેરની બદલી થતા ભાવનગર ખાતે SP તરીકે નીયુક્ત કરાયા છે. શૈફાલી બરવાલ ASP એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલ સી.આઈ.ડી. (ક્રાઈમ) ગાંધીનગર પ્રમોશન પામી સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ -1 ગાંધીનગર ખાતે SP તરીકે નીયુક્ત કરાયા છે. નીતેશ પાંડે ASP જામનગર શહેર પ્રમોશન પામી SP દેવભૂમી દ્વારકા તરીકે મુકવામાં આવ્યા છે.ડો. લેવીના સિંહા ASP વિરમગામ અમદાવાદ ખાતેથી પ્રમોશન સાથે બદલી પામી DCP ઝોન-1 અમદાવાદ શહેર ખાતે નીયુક્ત કરાયા છે.સાગર બાગમાર ASP જેતપુર, રાજકોટ થી બદલી પામી DCP ઝોન-3 સુરત શહેરમાં પ્રમોશન કરી નીયુક્ત કરવામાં આવ્યા છે.



અભય સોની SRPF બટાલીય ક્વાટર માસ્ટર ફોર ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી, ગાંધીનગર ખાતેથી પ્રમોશન સાથે બદલી કરી DCP ઝોન-2 વડોદરા શહેર ખાતે મુકવામાં આવ્યા છે. સુશીલ અગ્રવાલ ASP પાલનપુર, બનાસકાંઠાની પ્રમોશન સાથે બદલી કરી DCP ઝોન-3 અમદાવાદ ખાતે નીયુક્ત કરવામાં આવ્યા છે. મનોહરસિંહ જાડેજા રાજકોટ શહેર DCP ઝોન-2 ખાતેથી બદલી પામી ગીર સોમનાથ SP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેજસ પટેલ DCP ટ્રાફિક (એડમીન) અમદાવાદ શહેરની બદલી કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે સુપ્રિટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાહુલ પટેલ ડેપ્યુટી પોલીસ કમિશનર પોલીસ (ક્રાઈમ) સુરત શહેરની બદલી કરી તાપી SP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

- Advertisement -

ડીસીપી વડોદરા ઝોન 4 લક્ધીરસિંહ ઝાલાને ગાંધીનગરમાં સુપ્રીટેન્ડેન્ટ તરીકે એક્સ કેડર પર મુકાયા છે. ગાંધીનગર એસપી એસપીએસ યુવરાજસિંહ જાડેજાને વડોદરા ડીસીપી ક્રાઈમ તરીકેનો પદભાર સોંપાયો છે. વડોદરા શહેર ઝોન 2ના ડીસીપી જયરાજસિંહ વાળાને ડીસીપી એસઓજી અમદાવાદ એક્સ કેડર પોસ્ટ પર મુકાયા છે. બોટાદ એસપી હર્ષદ મહેતાને ડીસીપી ઝોન 4 સુરત શહેરમાં પોસ્ટીંગ મળ્યું છે.

કરાઈના સ્ટેટ પલીસ એકેડેમીના ડે. ડાયરેક્ટર હર્ષદ દુધાતને હવે સુરેન્દ્રનગર એસપી તરીકેનો પદભાર સોંપવામાં આપ્યો છે. સુરત એસપી ઉમેશ પટેલને વડોદરાના એસપી તરીકેની કામગીરી હવે સંભાળવાની છે. ઉપરાંત અમદાવાદ એસઓજીમાં ડીસીપી તરીકે કાર્યભાર સંભાળનાર મુકેશ પટેલને હવે અમદાવાદના ઝોન 4ના ડીસીપી તરીકેનો પદભાર સોંપાયો છે. સુરત ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયાને વડોદરાના ઝોન 4ના ડીસીપી બનાવાયા છે. અમદાવાદ ઝોન 4ના ડીસીપી રાજેશ ગઢીયાને ખેડા એસપી તરીકે નિયુક્તી મળી છે.



ભુજના એસપી ભગીરથસિંહ જાડેજાને અમદાવાદ શહેર ઝોન 7ના ડીસીપી તરીકે નિયુક્તિ મળી છે. અમદાવાદ શહેરના ઝોન 2ના ડીસીપી વિજય પટેલને પાટણ એસપી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ગાંધીનગરના એસપી હિમાંશુ સોલંકીને પંચમહાલના એસપી તરીકે નિયુક્તિ મળી છે. જ્યારે વડોદરા ટ્રાફીક ડીસીપી તરીકે કામગીરી સંભાળનારા એન્ડ્ર્યૂસ મેકવાનને કેવડિયા કોલોની એસઆરપીએફ ગ્રુપ 18ના કમાન્ડન્ટ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. વડોદરા ડીસીપી ક્રાઈમ જયદીપસિંહ જાડેજાને અમદાવાદ ઝોન 2ના ડીસીપી તરીકે નિયુક્તિ મળી છે. એસઆરપીએફના કમાન્ડન્ટ ગ્રુપ 10ના હેતલ પટેલને ગ્રુપ 11 સુરતમાં ટ્રાન્ફર મળી છે. નરેશ કંઝારિયાને ગ્રુપ 5 ગોધરાથી બદલી કરી ભુજના એક્સ કેડર પોસ્ટ એસપી તરીકે નિયુક્તિ આપી છે. મહેસાણા એસઆરપીએફ ગ્રુપ 15ના કમાન્ડન્ટ બલદેવ દેસાઈને ડીસીપી ઝોન 5 અમદાવાદ શહેરમાં મુકાયા છે જ્યાં અત્યારે અચલ ત્યાગી પોસ્ટીંગ પર હતા.

અમિતા વનાણી Dysp થી પ્રમોશન થઈને સુરત ટ્રાફિક DCP તરીકે નિયુક્તી કરવામાં આવી છે. રાજદીપસિંહ નકુમ Dysp થી પ્રમોશન DCP(SOG) સુરત ખાતે મુકવામાં આવ્યા છે. ભારતકુમાર રાઠોડ Dysp થી પ્રમોશન SP ગાંધીનગર તરીકે નિમણૂંક કરાઈ છે. પ્રફુલ વાણિયા જુનાગઢ ટ્રેનીંગ સ્કૂલ DCP(DySP) પ્રમોશન થઈને ગોંડલના SRPF ગ્રૂપ 8ના કમાનડંટ તરીકે મુકવામાં આવ્યા છે. રાજેશકુમાર પરમાર સબ ડિવિઝનલ ઓફિસર રાજપીપળાને પરમોશન સાથે વડોદરા (વેસ્ટર્ન રેલવે) એસપી પદ પર મુકવામાં આવ્યા છે. કલ્પેશકુમાર ચાવડા ખેડા પોલીસ હેડક્વાર્ટર Dysp થી પ્રમોશન થઈને ભરુચ SRPF ગૃઓપ 10ના કમાનડંટ તરીક અને હરેશકુમાર મેવાડા એસીપી ટ્રાફિક સુરતથી પ્રમોશન થઈને સુરત ઇંટેલિજન્સ SP તરીકે મુકાયા છે.
જુલિ કોઠીયા DySp થી પ્રમોશન થઈને DCP ઝોન 1 વડોદરા સિટી ખાતે, તેજલ પટેલ ACP સ્પેસોઇયળ બ્રાન્ચ વડોદરા સિટીથી પ્રમોશન થઈને ગોધરા SRCP ગ્રૂપ 5ના કમાનડંટ તરીકે, કોમલબેન વ્યાસ DSP સ્ટાફ ઓફિસર DGP ઓફિસથી બદલી થઈને નડિયાદ-ખેડા SRPF ગ્રૂપ 7ના કમાનડંટ તરીકે અને મંજિતા વણઝારા DYSP થી પ્રમોશન સાથે બદલી પામતા અમદાવાદ SRPF ગ્રૂપ 2ના કમાનડંટ તરીકે નિમણૂંક કરાયા છે.



અર્પિતા પટેલ DySP થી પ્રમોશન થઈને ગાંધીનગર ટ્રાફિક બ્રાન્ચ 2 SP તરીકે અને રૂપલબેન સોલંકી સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર બારડોલી, સુરતથી પ્રમોશન થઈને DCP ક્રાઇમ સુરત મુકવામાં આવ્યા છે. ભારતી પંડ્યા એસીપી ઇકોનોમિક વિંગ આમદવાદથી પ્રમોશન થઈને ડીસીપી ઇકોનોમિક વિંગ અમદાવાદ સિટી તરીકે, શ્રુતિ મેહતા DSP આઇબી ગાંધીનગરથી પ્રમોશન થઈને ગાંધીનગર CID (ઇંટિલિજન્સ) SP તરીકે અને નિતાબેન દેસાઇ ડીએસપી આઇબી ગાંધીનગરથી પ્રમોશન થઈને DCP ટ્રાફિક અમદાવાદ સિટી તરીકે નીયુક્ત કરાયા છે.
શ્રેયા પરમાર DSP એસસી/એસટી સેલ DGP ઓફિસથી પ્રમોશન થઈને વિરમગામ SRPF ગ્રૂપ-20ના કમાનડંટ તરીકે મુકવામાં આવ્યા સાથે જ ડૉ કાનન દેસાઇ DySP થી પ્રમોશન થઈને અમદાવાદ સિટી પોલીસ હેડક્વોર્ટસ DCP તરીકે અને જ્યોતિ પટેલ DySP થી પ્રમોશન થઈને SP ટેકનિકલ સર્વિસ ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા અને ભક્તિ ઠાકર DySP થી પ્રમોશન થઈને DCP ટ્રાફિક (એડમીન) અમદાવાદ સિટી તરીકે નિમણૂંક કરાયા છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular