Wednesday, July 1, 2026
HomeGeneralકચ્છ : કોરોનામાં ઓક્સિજનની અછત દરમિયાન કાસેઝમાં 80 ટકા સિલિન્ડર તૈયાર થયેલા...

કચ્છ : કોરોનામાં ઓક્સિજનની અછત દરમિયાન કાસેઝમાં 80 ટકા સિલિન્ડર તૈયાર થયેલા…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કચ્છ : કોરોના કાળની બીજી લહેર દરમિયાન જયારે દેશભરમાં પ્રાણવાયુ ઓક્સિજનની અછતનો અછત હતી ત્યારે 80 ટકા પ્રાણવાયુનાં સિલિન્ડર દેશનાં સૌ પ્રથમ સ્પેશિયલ ઇકોનોમી ઝોન એવા કાસેઝમાં તૈયાર થયા હતા. સાતમી માર્ચના રોજ પોતાનો 58મો જન્મ દિવસ ઉજવી ચૂકેલા કાસેઝે વર્ષ 2021-22માં 8,289 કરોડની નિકાસ કરી છે.



- Advertisement -

ગાંધીધામ ખાતે પોતાનો 58મો સ્થાપના દિવસ મનાવતી વખતે કાસેઝના કાર્યક્રમમાં ઉદ્યોગ જગત સાથે લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. કંડલા સેઝની સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન કાસેઝના સંયુક્ત વિકાસ આયુક્ત સત્યદીપ મહાપાત્રએ ગાંધીધામમાં 74 લાખનાં ખર્ચે બનાવેલા ઓક્સિઝન પ્લાન્ટ ઉપરાંત સિલિન્ડર સપ્લાય ક્ષેત્રે ઝોન દ્વારા કરવામાં આવેલી કામગીરી જણાવ્યું હતું. કાસેઝના ઇન્ચાર્જ વિકાસ આયુક્ત એવા એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ આકાશ તનેજાએ વર્ષ 2020-21નાં સમય દરમિયાન 7,060 કરોડના એક્સપોર્ટ સામે 21-22માં 8,289 કરોડની નિકાસ સિદ્ધિ અંગે જણાવ્યું હતું. ડિપીએ ચેરમેન એસ.કે.મેહતાએ ઝોનના વિકાસની સતત ગતિને નોંધપાત્ર ગણાવી હતી. કાર્યક્રમમાં જીએસટી કમિશનર પી.આનંદકુમાર, કસ્ટમ કમિશનર ટી.રવિ ઉપરાંત સુરક્ષા દળ સાથે સંકળાયેલા અધિકારીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular