Wednesday, July 1, 2026
HomeGeneralAssembly Election Result 2022 Live: વિધાનસભા ચૂંટણીમાં ખીલ્યું 'કમળ', યુપી અને ઉત્તરાખંડમાં...

Assembly Election Result 2022 Live: વિધાનસભા ચૂંટણીમાં ખીલ્યું ‘કમળ’, યુપી અને ઉત્તરાખંડમાં બહુમત, પંજાબમાં ‘આપ’નું ‘ઝાડુ’

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ સહિત પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી બાદના વલણો અત્યાર સુધીના એક્ઝિટ પોલના અનુમાનને લગભગ અનુરૂપ છે. ટ્રેન્ડમાં ભાજપ યુપી અને ઉત્તરાખંડમાં બહુમતનો આંકડો પાર કરી ચૂકી છે. પંજાબમાં ‘આપ’ને ટ્રેન્ડમાં બહુમતી મળી છે અને તે એક મોટી તાકાત બનીને ઊભરી આવી છે. મણિપુર અને ગોવામાં પણ ભાજપ સૌથી આગળ છે. રાજકીય પક્ષો અને નેતાઓથી માંડીને ચૂંટણી પંડિતો અને સામાન્ય માણસ સુધી, પરિણામો પર નજર છે.



ભાજપ અને મોદી સરકાર માટે ઉત્તર પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે રાજ્ય સૌથી વધુ 80 સાંસદોને લોકસભામાં મોકલે છે. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની અસર ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ પર પડવાની ધારણા છે. પંજાબની વાત કરીએ તો હાલ અહીં કોંગ્રેસની સરકાર છે. મુખ્ય પ્રધાન ચરણજીતસિંહ ચન્ની સામે પોતાનું સિંહાસન બચાવવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તરફથી કોંગ્રેસને આકરી ટક્કર મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. અકાલી દળ અને બસપા ગઠબંધન અને પંજાબ લોક કોંગ્રેસ ગઠબંધનનું ભાજપ અને કેપ્ટન અમરિંદરનું ગઠબંધન પણ મેદાનમાં છે. એક્ઝિટ પોલ્સમાં ‘આપ’ એક મોટી તાકાત તરીકે ઉભરી રહી છે.

ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની લડાઈ ચાલી રહી છે. વર્તમાન મુખ્યમંત્રી અને ભાજપના નેતા પુષ્કરસિંહ ધામી સામે રાજગાદી સાચવવાનો પડકાર છે. સાથે જ કોંગ્રેસ ભાજપને હટાવીને સત્તા મેળવવા ઈચ્છી રહી છે. ગોવા અને મણિપુરમાં સત્તાધારી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો માનવામાં આવી રહ્યો છે. જો કે સત્તાથી દૂર રહેવાની સ્થિતિમાં બંને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

- Advertisement -

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કર્યા બાદ આમ આદમી પાર્ટીએ પોતાનું આગામી લક્ષ્ય નક્કી કરી લીધું છે. જે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સત્તા મેળવવાની છે. પાર્ટીના નેતા અક્ષય મરાઠેએ કહ્યું હતું કે, “હા, અમે ચોક્કસપણે ગુજરાત અને હિમાચલ પ્રદેશ જઈ રહ્યા છીએ. આ બંને રાજ્યો અમારા રડાર પર છે અને પાર્ટીના કાર્યકર્તાઓને આ રાજ્યોમાં મોકલી રહી છે. તેની ચોક્કસપણે મોટી અસર પડશે.”




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular