નવજીવન ન્યૂઝ. કચ્છ: Jakhau port Charas Packets : કચ્છના દરિયા કિનારેથી માદક પર્દાથ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે જખૌ (Jakhau) ખાતે BSFની પેટ્રોલિંગ દરમિયાન ઈબ્રાહીમ બેટ પરથી 10 પેકેટ ચરસના (Charas) બિન વારસી હાલતમાં મળી આવ્યા છે. જેને લઈ તંત્ર સર્તક બન્યું છે. અવાર નવાર ચરસના પેકેટ મળી આવવાની ઘટનાથી BSFએ સમ્રગ વિસ્તારના સર્ચ ઓપરેશન હાથધર્યુ છે.
જયારે પણ ભરતી ઓટની પ્રક્રિયા દરિયામાં થાય છે તે દરમિયાન બેટ પરથી ચરસના પેકેટ મળી આવી રહ્યા છે. એવામાં આજે પણ BSF અને NIUની ટીમ સરહદી દરિયાકિનારાની પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ઈબ્રાહીમ બેટ પાસેથી 10 જેટલા ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. માનવમાં આવે છે કે જ્યારે ડ્રગ માફિયા ડ્રગ ઘુસાડવાની ફિરાકમાં હોય છે ત્યારે પેટ્રોલિંગના કારણે પકડાઈ જવાનો ભય લાગતા તેઓ ડ્રગ ફેંકી દેતા હોય છે. જેના કારણે સમુદ્રમાં આવતી ભરતી ઓટ દરમિયાન આવા ડ્રગના બિનવારસું પેકેટ તણાઈને કાંઠે આવી જતા હોય છે.
વધુ વાંચો : કચ્છના જખૌ વિસ્તારમાંથી પ્લાસ્ટીકના બંધ પેકેટમાં મળી આવી એવી ચીજ કે…
મહત્વની વાત છે કે, 12 તારીખથી અત્યાર સુધી BSF ને ટુકડે-ટુકડે કુલ 27 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે. જે મામલે ચરસનો જથ્થો કયાંથી આવ્યો છે અને કઈ બોટમાં આવ્યો છે તે તમામ દિશામાં સુરક્ષા એજન્સીએ તપાસ હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








