નવજીવન ન્યૂઝ.પટના: પુર્વ કેન્દ્રિય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)તેમના નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહ્યા છે. ત્યારે ફરી તેઓ કોંગ્રેસ પર આપેલા એક વિવાદિત નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. શનિવારે પટણામાં એક લૉ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુર્વ કેન્દ્રિય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કાયદાને લઈ તેમણે કેટલાક વિવાદિત કેસોની વાત કરી હતી. જેમાં તેમણે નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald case) સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધીને (Rahul Gandhi) જેલમાં જવાનો દાવો કરતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પટનામાં યોજાયેલા લૉ કોન્કલેવના કાર્યક્રમમાં પુર્વ કેન્દ્રિય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પરિવાર પર નિશાનો સાધ્યો છે. તેમણે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કરી માતા-પુત્રની ઘણી ટીકાઓ કરી હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંઘી અને રાહુલ વિશે ટીપ્પણી કરતા કહ્યું હતું કે, “તેઓ ચોક્કસપણે જેલમાં જશે”. વધુમાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે, “તેઓ રાહુલ ગાંધીને ખૂબ ગાળો આપે છે, પરંતુ તેમને કોઈ જેલમાં મોકલતું નથી. જ્યારે સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા”. વધુમાં તેમણે કહ્યુ કે, “આજે મા-દિકરો બન્ને જામીન પર બહાર છે”.
ભૂતકાળની વાતો વાગોળતા તેમણે કહ્યું હતું કે, “હું જ્યારે ભારતમાં કાયદો ભણાવવા માટે આવ્યો હતો. ત્યારે ઈન્દિરા ગાંધીના ઘણા કાયદાઓનો વિરોધ કર્યો હતો. જેના પરિણામે નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. જે પછી જનસંઘે રાજ્યસભા મોકલી”. તેમણે ભાજપ સરકારની આડકતરી રીતે પ્રશંસા કરતા કહ્યું કે, “આજના સમયમાં કાયદો એક હથિયાર છે. આગામી 50 વર્ષમાં કાયદાની સ્થિતિ ટોચ પર હશે”.
રહી વાત અતીક હત્યાકાંડના કેસની તો આ મુદ્દે તેમણે કોઈ નિવેદન ન આપીને માત્ર “જ્યાં સુધી કોર્ટમાંથી કંઈક ન આવે ત્યાં સુધી તેના પર ટીપ્પણી કરવી યોગ્ય નથી” તેમ કહીને ચુપ્પી સાધી હતી. આ ઉપરાંત તેમણે વસ્તી નિયંત્રણના કાયદા અને દારૂબંધી વિશે પણ વાત કરી તે વિશેના કાયદા પર મંતવ્ય જણાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, હાલ રાહુલ ગાંધીના મોદી અટક પરની વિવાદિત ટીપ્પણીના કારણે તે કાયદાના સકંજામાં છે. જેના પરિણામે રાહુલ ગાંધીને તેનું સાંસદ સભ્યપદ પણ ગૂમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પુર્વ કેન્દ્રિય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીના નેશનલ હેરાલ્ડ કેસને લઈ જેલમાં જવાની ભવિષ્યવાણી કરતા નિવેદનો આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. જો કે કોંગ્રેસ તરફથી આ વિશે હજી સુધી કોઈ વળતો પ્રહાર નથી આવ્યો. ત્યારે હવે જોવું રહ્યું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંઘી આ વિષયે શું પ્રહાર કરે છે? અને તેના કેવા પરિણામ આવે છે?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








