નવજીવન ન્યૂઝ. અમદાવાદ: તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) દ્વારા ડોક્ટરને એક પરીપત્ર જાહેર કરી કહેવામાં આવ્યું છે કે, કોઈપણ ડોક્ટર દર્દીને બ્રાન્ડેડ કે ચોક્કસ દવા લખવાના બદલે માત્ર જેનરીક દવાઓના નામ જ લખવાની રહેશે. જો ડોક્ટર આદેશ મુજબ જેનરીક દવાના (generic medicine) નામને બદલે બ્રાન્ડેડ દવાઓ (branded Medicine) લખશે તો તેમનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આ પરીપત્ર મામલે દેશના ડોક્ટર્સ નારાજ પણ થયા છે અને તેઓ જેનેરીક દવાની ગુણવત્તા પર સવાલો કરી રહ્યા છે. જેમાં કોઈ દર્દી બજારમાંથી ડોક્ટરે લખી આપેલી જેનેરીક દવા ખરીદે છે અને તેની ગુણવત્તા યોગ્ય ન હોય, જેના કારણે દર્દીને આ દવાથી રાહત ન થાય તો તે ડોક્ટર પર જ સવોલો કરશે. હકીકતમાં કોઈપણ દર્દીને કઈ દવા આપવી તેનો નિર્ણય દર્દીને તપાસનાર ડોક્ટર જ કરી શકે છે. જેનરિક દવાઓ અને સામાન્ય દવાઓ એક જ હોય છે. બજારમાં મળતી જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે એકમાત્ર મુખ્ય તફાવત છબી બનાવવા અને વેચાણ વધારવા માટે ઉપયોગમાં લેવાતી બ્રાન્ડેડ કંપનીની માર્કેટિંગની વ્યૂહરચના છે. દેશમાં વર્ષોથી દવાના ઉદ્યોગે અને દવા ઉત્પાદકોએ જેનરિક દવાઓના સાપેક્ષમાં બ્રાન્ડેડ દવાઓની છબી વધુ સારી બનાવી છે.
સૌથી પહેલા જાણીએ જેનરિક દવા એટલે શું ?
જ્યારે એક નાની કંપની કોઈ દવાની પેટન્ટ નક્કી સમય મર્યાદામાં પુરી થયા બાદ તે દવાના સમાન પદાર્થોનું મિશ્રણ કરી દવા બનાવે છે, ત્યારે તે જેનેરિક દવાના નામથી ઓળખાય છે. આ જેનરિક દવા અને બ્રાન્ડેડ દવા વચ્ચે કોઈ તફાવત નથી, માત્રને માત્ર નામ અને બ્રાન્ડનો ફરક હોય છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ નાની કંપનીના નામની X દવા ખરીદી છે. પરંતુ બ્રાન્ડેડ દવાની ફોર્મ્યુલા અને દવાની ગુણવત્તામાં કોઈ ફરક હોતો નથી. તેમજ બ્રાન્ડેડ કંપનીઓની પેટન્ટનો સમય સમાપ્ત થયા પછી અન્ય કંપની તેને બનાવવાનું શરૂ કરે છે. તાવ, ખાંસી, માથાનો દુખાવો અને શરીરના દુખાવાની સમસ્યા માટે જે દવા બજારમાં ઉપલબ્ઘ હોય છે, તેમાં જેનરિક દવા 10 પૈસાથી 1 રૂપિયા પ્રતિ ટેબ્લેટમાં ઉપલબ્ધ હોય છે, તેની સરખામણીમાં બ્રાન્ડેડ દવાની કિંમત 2થી 30 રૂપિયા સુધીનો અંતર હોય છે.
હવે જાણીએ બ્રાન્ડેડ દવા એટલે શું ?
બ્રાન્ડેડ દવામાં કંપની પોતના રીસર્ચ કરી ફંડ ફાળવે છે. બાદમાં તેને પેટન્ટ રજીસ્ટર્ડ કરી બજારમાં પોતાની કંપનીના નામે બનાવી બજારમાં વેચે છે. બજારમાં તાવ માટે વપરાતી પેરાસિટામોલને કંપની ક્રોસિન નામથી વેચે છે, હાલ તે બ્રાન્ડેડ દવા બની ગઈ છે. દવા શોઘવાની પધ્ધતીમાં જ્યારે કોઈ દવા ઉત્પાદક કંપની નવી દવાની શોધ કર્યા બાદ તે દવાને પોતાના નામે પેટન્ટ કરે છે અને આ પેટન્ટ લગભગ 20 વર્ષ માટે માન્ય હોય છે. હવે જ્યાં સુધી તે દવાની પેટન્ટ તે કંપની પાસે છે ત્યાં સુધી માત્ર સંશોધન કરનાર કંપનીને જ તે દવા બનાવવાનો કે ઉત્પાદન કરવાનો અને તે દવાનું વધુ સંશોધન કરવાનો અધિકાર છે, જ્યારે કોઇ કંપની પાસેથી પેટન્ટ ખરીદે છે ત્યારે જ દવાની સંશોધન અને ઉત્પાદનના અધિકારો મળે છે. જે દવાની શોધ થાય છે તેની રોયલ્ટી આપવામાં આવે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








