નવજીવન ન્યૂઝ.ખેડાઃ ખેડાના કઠલાલ ખાતેથી એક શખ્સ યુવતીનું અપહરણ કરી તેને ભગાડી ગયો હતો. જોકે પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી તે યુવતીને પાછી મુકી ગયો પરંતુ થોડા દિવસો પછી તે પાછો આવ્યો અને યુવતીને પોતાની સાથે આવવું છે કે નહીં તેવું પુછ્યું હતું. જોકે યુવતીએ ના પાડતા આ શખ્સે તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવતીનું મોત નિપજ્યું હતું જ્યારે તે પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે પોલીસને આ શખ્સની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો.
ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ મથકમાં એટ્રેસીટી અને હત્યાના ગુનામાં ભાગતો ફરતો આરોપી સોમા ઉદાભાઈ પરમાર (રહે. મૂળ કઠલાલ, ખેડા) ભાવનગર ખાતેની રાજ ઈમ્પેટ કંપનીમાં મજુરી કામ કરતો હતો. જેની વિગતો પોલીસ સુધી પહોંચી ગઈ હતી. પોલીસે માહિતીને આધારે સીહોર ખાતે આવેલી રાજ ઈસ્પેટ કંપનીમાંથી ભાગતો ફરતો આ આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે તેને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ શખ્સના ગુનાહીત ઈતિહાસ પર નજર કરીએ તો તેની પુછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે વર્ષ 2009માં પોરડા ગામની એક યુવતીનું અપહરણ કરી ભાગી ગયો હતો. જેમાં દીકરીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. તે પછી યુવતીને તેના ઘરે સોંપી આરોપી સોમા પરમાર કઠલાલ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. 110 દિવસ બિલોદરા જિલમાં પણ રહ્યો હતો. દસથી પંદર દિવસ પછી સોમા પરમાર યુવતીના ઘરે ગયો હતો.
યુવતીને તેણે કહ્યું કે, તારે મારી સાથે આવવું છે કે કેમ? જેથી યુવતીએ જવાબમાં ના પાડતા સોમા પરમારે તેના પીઠના ભાગે રાખેલું ચપ્પુ યુવતીને ગળા અને પેટના ભાગે ઘા કરી તેની હત્યા કરી નાખી હતી. તેણે પોતાના પેટમાં પણ ચપ્પુ માર્યું હતું. જે પછી આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના પછી પોલીસ તેને સતત શોધી રહી હતી. તે રાજસ્થાન, મહેસાણા, ભાવનગર-સીહોર ખાતે મંજુરી કામ કરી જીવન ગુજારો કરતો હતો.
જોકે આ સંદર્ભમાં પોલીસને માહિતી મળી જેને કારણે આણંદ પેરોલ ફર્લોની ટીમના પીએસઆઈ એમ એચ ભાટીની સૂચના અને માર્ગદર્શન બેઠળ એએસઆઈ જયદિપસિંહ, હે.કો. પરેશકુમાર, હે.કો. મહેબુબખાન, કો. કુલદિપસિંહ, નિલેશભાઈ, ગોપાલભાઈ અને રાજુભાઈ સહિતની પેરોલ ફર્લો સ્ક્વોડએ ઓપરેશન હાથ ધર્યું હતું અને મળેલી માહિતીને આધારે આ શખ્સને ઝડપી પાડ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











