Thursday, April 16, 2026
HomeGeneralરખડતા ઢોર ઉપર નિયંત્રણના બિલના વિરોધમાં માલધારી સમાજના આગેવાનો દ્વારા અમદાવાદ કલેક્ટરને...

રખડતા ઢોર ઉપર નિયંત્રણના બિલના વિરોધમાં માલધારી સમાજના આગેવાનો દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં રખડતા ઢોર ઉપર નિયંત્રણ લાવવા માટે એક બિલ પસાર કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકોએ પોતાનો જીવા ગુમાવવો પડ્યો છે ત્યારે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, જો કે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં માલધારી સમાજને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી જેના કારણે માલધારી સમાજ મોટા પાયે આ બિલનો વિરોધ કરી રહ્યો છે. આજે અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.



ગુજરાત વિધાનસભામાં આ બિલ રજૂ થાય તે પહેલાથી જ માલધારી સમાજ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, આ બિલ મુજબ શહેરી વિસ્તારમાં પશુઓ રાખવા માટે લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે આ ઉપરાંત જો કોઈ ઢોર રસ્તા પરથી પકડાશે તો તેના માટે ઢોરના મલીકને દંડની જોગવાઈ કરવામાં આવી છે. માલધારી સમાજનું કહેવું છે કે આ બિલ સરકારે માલધારી સમાજને અને આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર પસાર કર્યું છે. આગામી સમયમાં જો અમારી માગો સ્વીકારવામાં નહીં આવે તો અમે રાજ્યવ્યાપી આંદોલન કરીશું.

માલધારી સમાજ દ્વારા આજે અમદાવાદ કલેક્ટરને જે આવેદન પત્ર આપવામાં આવ્યું તે મુજબ તેમની માગો નીચે મુજબ છે.

- Advertisement -

1. તાજેતરમાં વિધાનસભામાં સરકાર દ્વારા જે બિલ પસાર કરવામાં આવ્યું છે તે તાત્કાલિક પાછું ખેંચવામાં આવે.

2. રાજ્યની તમામ કોર્પોરેશન દ્વારા પકડાયેલા ઢોરોને મુક્ત કરવા માટે ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવામાં આવે.

3. રાજયમાં આવા પકડાયેલા ઢોરોને છોડવા માટે પોલીસ દ્વારા ભરવામાં આવતો 90-આ મુજબની ચાર્જશીટ રદ કરવામાં આવે.

- Advertisement -

4. અગાઉની જેમ જ માલધારી સમાજ માટે શહેરની બહાર વસાહત બનાવવામાં આવે જેમાં તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય તેનું ધ્યાન રાખવામા આવે.

5. જે શહેરોમાં કોર્ટના હુકમ મુજબ જે ગૌચર જમીનો ખાલી કરવામાં આવી છે તેના ઉપર માલધારી સમાજ માટે વસાહતો બનાવવામાં આવે.




- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular