નવજીવન ન્યૂઝ. ખેડા: Kheda News: ગુજરાતમાં સામાજિક કાર્યકર અને રાજકીય ક્ષેત્રમાં કામ કરતાં મહિપતસિંહ ચૌહાણને (Mahipatsinh Chauhan) જાનથી મારી નાખવાની ધમકી (death threat) આપવામાં આવી છે, જેને લઈને તેમણે સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વડાને (Kheda Police) રજૂઆત પણ કરી છે અને પોલીસ રક્ષણની માગણી કરી છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં લાઈવ કરીને જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે એક વ્યક્તિએ 25 લાખ રૂપિયામાં તેમને મારી નાખવાની સોપારી લીધી છે.
તેમણે વીડિયોમાં જણાવ્યા અનુસાર, ખેડામાં આવેલી સ્વિટકો નામની કંપનીના 400થી વધહરે શ્રમિકો છેલ્લા કેટલાક દિવસોથી રોજના 8 કલાકનું વળતર મળે તે માટે આંદોલન કરી રહ્યા છે. મહિપતસિંહ આ શ્રમિકોનો સાથ આપી રહ્યા છે. આ માટે મહિપતસિંહે સરકાર અને સ્વિટકો કંપનીને ઓનલાઈન વીડિયો દ્વારા ચેતવણી પણ આપી હતી, ત્યાર બાદ તેઓએ ગાંધીનગર પણ આ અંગે રજૂઆત કરી હતી. આ સમગ્ર ઘટના બાદ આજે તેમણે એક વીડિયોમાં સ્વિટકો કંપની પર આક્ષેપો કરતાં જણાવ્યુ હતું કે તેમને મારી નાખવાની સોપારી આ કંપનીએ જ આપી છે.
ગઇકાલે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં પણ કોઈ અજાણ્યા વ્યક્તિએ મહિપતસિંહના નામે ફાયર વિભાગને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તેમના શિક્ષણ એ જ સંકૂલમાં આગ લાગી છે. આવો કોલ આવતા જ ફાયર વિભાગ સહિત પોલીસની ટીમ પણ સંકૂલ દોડી આવી હતી. ત્યાર બાદ એક અજાણ્યા નંબર પરથી મહિપતસિંહને ફોન આવ્યો હતો અને કંદરોની લડાઈમાં ન પાડવા માટે કહ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી હતી. આ નાગે તેમણે આજે માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ખેડા SP પાસે પોલીસ રક્ષણની માગણી કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796