Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ: રાત્રિના અંધારામાં દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતા તસ્કરો જેલના સળિયા...

અમદાવાદ: રાત્રિના અંધારામાં દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતા તસ્કરો જેલના સળિયા પાછળ ધકેલાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News અમદાવાદમા (Ahmedabad) ચોરીઓની ઘટના (Incident of thefts) દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનાં નારણપુરા, મેમનગર અને વસ્ત્રાપુર વિસ્તારોમાં 12 જેટલી દુકાનના શટર તોડીને ચોરીની ઘટના બની હતી. ચોરીની સતત વધતી ઘટનોઓના કારણે સ્થાનિક પોલીસની સાથે ઝોન 1 LCB ની ટીમે પણ તપાસમાં જોડાઈ હતી. ત્યારે હવે LCBની ટીમે દુકાનોના શટર તોડી લૂંટ ચલાવતા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

બનાવની વિગત મુજબ, છેલ્લા થોડા દિવસથી અમદાવાદના કેટલાક વિસ્તારમાં દુકાનના તાળા તોડી ચોરી કરવાની ઘટના સામે આવી હતી. જેમાં એક બે નહીં પરંતુ 12 જેટલી દુકાનમાં ચોરીની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસની સાથે ઝોન 1 LCB પણ સક્રિય બની હતી. ચોરીને ઘટના અંજામ આપતા આરોપીઓને પકડવા LCBએ તપાસ હાથધરી હતી. આ દરમિયાન LCBને બાતમી મળી હતી કે, રાત્રિ દરમિયાન નવરંગપુરા વિસ્તારમાં આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપ્યા આવ્યા છે. જે બાતમીના અધારે LCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચોરીની ઘટનાને આરોપીઓ અંજામ આપે તે પહેલા આરોપીઓને રંગહાથે ઝડપી પાડ્યા હતા. જેમા આરોપી વિજય ઠાકોર અને રાજકુમાર લાલો નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

LCBએ આરોપીઓની સઘન પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, આરોપીઓ અમદાવાદમાં નારણપુરા, વસ્ત્રાપુર અને મેમનગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન દુકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આરોપીઓની ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી પણ સામે આવી. આરોપીઓ દ્વારા પહેલા જે દુકાનમાં CCTV કેમેરા ન હોય તેવી દુકાનોની રેકી કરવામાં આવતી હતી. ત્યારબાદ મોડીરાત્રિ જ્યારે રસ્તો સૂમસામ હોય, તે દરમિયાન ચોરી કરવામાં આવતી હતી. LCBએ આરોપીને પકડી નારાણપુરા પોલીસને સોંપ્યા છે. આ મામલે નારણપુરા પોલીસે પણ તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular