નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ પંજાબમાં ખાલિસ્તાન સમર્થક (Khalistan supporter) સામે પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી શરૂ કરતા દેશ-વિદેશમાં ભારે વિવાદ સર્જાયો છે. જોકે અમૃતપાલને (Amritpal Singh) ઝડપી પાડવા માટે અલગ-અલગ જગ્યા પર પોલીસે દરોડો કર્યા છતાં પોલીસને અમૃતપાલ મળતો નથી. મહત્વની વાત છે કે અમૃતપાલના 5 નજીકના સાથીદારો પર રાષ્ટ્રીય સુરક્ષા ધારો (NIA) લાગુ કર્યો હતો. પોલીસની કાર્યવાહીના કારણે વિદેશમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિદેશની ધરતી પર ગુજરાતીને ધમકી આપતાનો વીડિયો (Khalistan supporter threatens to Gujarati Video) પણ સામે આવ્યો છે.
વિદેશની ધરતી પર છેલ્લાં ઘણાં દિવસોથી ખાલિસ્તાનીઓએ ઉત્પાત મચાવી ભયનો માહોલ પેદા કર્યો છે. વળી તેમાં પણ પંજાબમાં ખાલિસ્તાની સમર્થકોનાં સ્વયંભુ નેતા બની ગયેલા અમૃતપાલ સિંહના ભાગી ગયા બાદ આ ઓસ્ટ્રેલિયા, યુકે, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ UKમાં આવેલી ભારતીય હાઈકમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ ભારતનો ધ્વજ ઉતારીને ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ યુ.કે.માં ભારતીય હાઈકમિશનમાં તૈનાત રાજદ્વારીઓએ તાત્કાલિક પગલાં લીધાં હતા અને તે ફરી ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ દૂતાવાસની ઈમારત પર વધુ એક બે માળનો ત્રિરંગો લગાવવામાં આવ્યો હતો.
એવામાં આજે વધું એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખાલિસ્તાન સમર્થક એક વૃધ્ધ ગુજરાતીને ધમકી આપતાં જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોની પુષ્ટિ નવજીવન ન્યૂઝ કરતુ નથી. પરંતુ મીડિયાના અહેવાલોના આધારે માહિતી મળી રહી છે કે આ વીડિયો લંડનના સાઉથહોલ વિસ્તારનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ઉંમર લાયક ગુજરાતીને રસ્તા પરથી પસાર થતા વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોમાંથી એક વ્યક્તિ ધમકાવી રહ્યું છે. ગુજરાતીને ધમકી આપતાં કહ્યું કે, ગુજરાતીઓ સારી રીતે સમજી જજો એવી થપ્પડ મારીશ કે તું દેખાઈશ નહીં. મૂંગા મૂંગા લંગર જમો. તારા પૂર્વજોએ ગૌમૂત્ર પી ને ઘણા નાટકો કર્યા છે, દરેક ગુજરાતીને કહું છુ કે જો હવે લડાઈ શરૂ થઇ તો તારા ઘરમાં ઘૂસીને લડાઈ કરીશું. જા જઈને ગૌમૂત્ર પી, અને થાય એ કરી લેજે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796