Thursday, March 28, 2024
HomeGujaratAhmedabadલગ્નેતર સબંધના કારણે પતિએ આ રીતે કરી પત્નીની હત્યા, પોલીસે આરોપી ઝડપી...

લગ્નેતર સબંધના કારણે પતિએ આ રીતે કરી પત્નીની હત્યા, પોલીસે આરોપી ઝડપી પાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: કેટલાક કિસ્સામાં લગ્ન બાદ લગ્નેતર સબંધની શંકાના (extra-marital affair) કારણે દાંપત્ય જીવનનો કરૂણ અંજામ આવતો હોય છે. તેવી જ એક ઘટના અમદાવાદમાં (Ahmedabad) સામે આવી છે જેમાં પતિને પત્નીના લગ્નેતર સબંધની શંકા જતાં પત્નીને મોતને (Wife Murder) ઘાટ ઉતારી છે. પતિએ રાત્રિના સમય દરમિયાન પત્ની ઉંધતી હતી તે દરમિયાન પતિએ પત્નીને ગળા ટૂંપો આપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એટલાથી જ મન ન ભરાતા પત્નીના માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં મજૂરીનું કામ કરતો રવિ ઉર્ફે વિજય ઝંડાવાળા છેલ્લા એક અઠવાડિયાથી સરદારનગર પાસે આવેલા ધાબાવાળી ચાલીમાં પત્ની સાથે ભાડે રહેવા માટે આવ્યો હતો. અહીં ભાડે રહેવા પાછળનું કારણ બીજૂ કંઈ નહીં પરંતું પત્નીના લગ્નેતર સબંધની શંકા હતી. પત્નીના લગ્નેતર સબંધની શંકા કારણે સાસરીમાં પણ ઘરકંકાસ થતો હતો. જેથી બંને અલગ રહેવા માટે આવ્યા હતા. પત્નીના લગ્નેતર સબંધની શંકાના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા.

- Advertisement -

બે દિવસ પહેલા પત્ની રાત્રીના સમય દરમિયાન પથારીમાં ઉંઘી રહી હતી ત્યારે પતિ રવિએ નીતાબેનને દુપટ્ટા વડે ગળે ટુંપો આપ્યો હતો. ત્યાર બાદ પત્નીને ઈંટના ટુકડા વડે માથાના ભાગે હુમલો કરીને હત્યા નિપજાવી રવિ ફરાર થઈ ગયો હતો. હત્યા બાબતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર પી.કે. ગોહીલની ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી.

પત્નીની હત્યા કર્યા બાદ પતિ પોતાના વતન થરાદમાં નાસી ગયો હતો. જોકે ગઈકાલે ફરીથી તે અમદાવાદમાં આવવાનો હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળતાં ગઈકાલ રાત્રીના સમય દરમિયાન કુબેરનગર નહેરૂનગરના ખુલ્લા મેદાનમાં આવેલા બાવળની કાંટાની ઝાડીમાંથી દબોચ્યો હતો. પોલીસ પુછપરછ કરતા સામે આવ્યું છે કે, આરોપીને તેની પત્નીના અન્ય વ્યક્તિ સાથે લગ્નેતર સબંધની શંકાના કારણે અવારનવાર ઝઘડા થતા હતા. જેના કારણે પત્નીની હત્યા કરીને પોતાના વતન ભાગી ગયો હતો. આરોપીએ ત્રણ મહિના અગાઉ મૃતક પત્નીના પિતાને પણ માથાના ભાગે પથ્થર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. ઉપરાંત આરોપી પતિ અઘાઉ નરોડા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયો હતો તેવી પણ માહિતી મળી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular