Saturday, June 3, 2023
HomeGujaratAhmedabadઅમદાવાદમાં SMCએ દરોડો કરી ખાડો ખોદતા મળ્યો ગેરકાયદેસર સામાનનો ખજાનો

અમદાવાદમાં SMCએ દરોડો કરી ખાડો ખોદતા મળ્યો ગેરકાયદેસર સામાનનો ખજાનો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ SMC Raid in Ahmedabad: અમદાવાદ શહેર પોલીસની (Ahmedabad Police) કામગીરી ફરી એક વખત શંકાના દાયરામાં આવી છે. અમદાવાદમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂ (Liquor) ઝડપી પાડવામાં આવ્યો છે. રાજ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રોજબરોજ દરોડા કરવામાં આવતા બુટલેગર્સ ભીંસમાં મુકાયા છે અને પોલીસને ચકમો આપવા અવનવા પેંતરા અજમાવી રહ્યા છે. જોકે સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell) પણ આવા બુટલેગર્સથી (Bootleggers) એક સ્ટેપ આગળ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યાં છે.

અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અર્બનનગરમાં નજીરહુસેન શેખના ઘરે દારૂ હોવાની માહિતી મળતાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. ગઈકાલે બુધવારે સ્ટેટ મોનિટરીંગ સેલની દરોડો કરી ઘરની તલાસી લેતા કઈ પણ હાથમાં લાગ્યું ન હતું. પરંતુ માહિતી પાક્કી હોવાના કારણે ટીમે ત્રિકમ-પાવડા લઈને અલગ-અલગ જગ્યાએ જમીનમાં શોધખોળ કરવાની શરૂઆથ કરી હતી.

- Advertisement -

આ ટીમે ખોદવાનું શરૂ કરતા જ જમીનમાં બનાવેલા ચોર ખાના મળી આવ્યા હતા. જેમાં વિદેશી દારૂ છુપાવીને રાખવામાં આવ્યો હતો. મકાનમાં અલગ-અલગ રૂમમાં જમીનમાં ખાના બનાવીને છુપાવવામાં આવેલી ભારતીય બનાવટનો વિદેશીદારુની 3000 બોટલ મળી આવી હતી. સમગ્ર મામલે ટીમે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 7 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે સ્થળ પરથી કુલ રૂપિયા ૨૭.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગઈકાલે બુધવારે સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રિકમ-પાવડા લઈને પહોંચતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. નજીરહુસેન શેખના ઘરે અલગ-અલગ જગ્યાઓ પર ખાડો ખોદતા ટીમને મોટી સંખ્યમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને દારૂનો વેપલો કરતાં બુટલેગરની હોંશીયારી સ્ટેટ મોનિટરીંગ સામે નિષ્ફળ થઈ હતી.

TAG: Ahmedabad News, SMC raid in Ahmedabad, State Monitoring Cell Gujarat

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular