Saturday, May 2, 2026
HomeGeneralકાર શોરુમના કર્મચારીએ કર્યું અપમાન તો કલાકમાં જ ખેડૂતે આવી રીતે લીધો...

કાર શોરુમના કર્મચારીએ કર્યું અપમાન તો કલાકમાં જ ખેડૂતે આવી રીતે લીધો બદલો…

- Advertisement -

નવજીવન. નવી દિલ્હીઃ કર્ણાટકમાં એક ખેડૂત કાર ખરીદવા કારના શોરૂમ પર પહોંચ્યો, પરંતુ સેલ્સમેને એમ કહીને તેમનું અપમાન કર્યું કે તમે ભાગ્યે જ કાર ખરીદી શકો છો. આના પર ખેડૂતે તેને ચેલેન્જ આપી અને એક કલાકમાં પૈસા લઈને શોરૂમ પહોંચી ગયો. આ પછી સેલ્સમેને માફી માંગવી પડી હતી. આ ઘટના શુક્રવારે કર્ણાટકના તુમાકુરુની છે, જેના ઘણા વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે.

કેમ્પેગૌડા નામનો ખેડૂત બોલેરો પીકઅપ ખરીદવા ગયો હતો, પરંતુ સેલ્સમેને કથિત રીતે તેનું અપમાન કરીને તેને ત્યાંથી જવાનું કહ્યું હતું. કારની કિંમત 10 રૂપિયા છે અને “કદાચ તમારા ખિસ્સામાં 10 રૂપિયા પણ ન હોય”, સેલ્સમેને કહ્યું. ખેડૂત અને તેના મિત્રોનો આરોપ છે કે સેલ્સમેને તેને તેના દેખાવને કારણે જવાનું કહ્યું. ત્યાં દલીલ થઈ અને કેમ્પેગૌડાએ સેલ્સમેનને પડકાર ફેંક્યો કે જો તે એક કલાકમાં પૈસા લાવે તો તે જ દિવસે કારની ડિલિવરી કરે અને તે રોકડ લઈને પાછો ફર્યો. જે પછી સેલ્સ એક્ઝિક્યુટિવ આશ્ચર્યચકિત થઈ ગયા, જો કે, તેઓ કારની ડિલિવરીનું કશું કરી શક્યા નહીં. કારણ કે સામાન્ય રીતે કારની વેઇટિંગ લિસ્ટ ઘણી લાંબી હોય છે.

- Advertisement -



આ પછી, કેમ્પેગૌડા અને તેના મિત્રોએ માફીની માગ કરી અને ઉગ્ર દલીલો થઈ, જે બાદ ઝઘડો ખતમ કરવા માટે પોલીસ બોલાવવી પડી હતી. આખરે સેલ્સ એક્ઝિક્યૂટિવે ખેડૂતની માફી માગી, ખેડૂતે પછી કહ્યું કે, હું તમારા શોરુમથી કાર નહીં ખરીદવા માગતો અને પછી ત્યાંથી પોતાના 10 લાખ લઈ ચાલતી પકડી.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular