Saturday, May 2, 2026
HomeGeneralકેનેડામાં કલોલના મૃતક પરિવાર માટે પ્રાર્થના સભાનું આયોજન, મૃતદેહ ગુજરાત લાવવા તજવીજ...

કેનેડામાં કલોલના મૃતક પરિવાર માટે પ્રાર્થના સભાનું આયોજન, મૃતદેહ ગુજરાત લાવવા તજવીજ શરૂ

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: અમેરિકા-કેનેડા બોર્ડર બે દિવસ અગાઉ એક પરિવારનું હીમવર્ષાના કારણે મૃત્યુ થયું હતું. માઈનસ 35 ડિગ્રી ઠંડીના કારણે કલોલના એક પરિવારના ચાર સભ્યોનું મૃત્યુ થયું હતું. જેમાં એક નાનું બાળક પણ હતું. આ ઘટના બાદ વિદેશમંત્રીએ અમેરિકા અને કેનેડા એમ્બેસીમાં તપાસના આદેશ આપ્યા હતા. હવે આજે આ ઘટનામાં ચારેય મૃતકોની ઓળખાણ થઈ ચૂકી છે. તેમજ મૃતદેહને કેનેડાથી ભારત પાછા લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યું છે કે કેનેડા થઈને 11 લોકો અમેરીકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેમાં આ 4 વાયક્તિઓ પણ હતા. કેનેડાથી અમેરિકામાં પ્રવેશવા માટે 11 કિલોમીટર સુધી ચાલતા જવાનો રસ્તો છે. માઈનસ 35 ડિગ્રી તાપમાનમા આ લોકો એક એજન્ટ સાથે બોર્ડર ક્રોસ કરવા નીકળ્યા હતા. બરફીલો રસ્તો હોવાને કારણે એજન્ટ સહિત સાત લોકોએ બોર્ડર ક્રોસ કરી લીધી હતી, પરંતુ ચાર વ્યક્તિઓ પાછળ રહી જતા અને રસ્તામાં ફસાઈ ગયા હતા જેમાં ઠંડીના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જે લોકોએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી તેમને અમેરિકન પોલીસે એજન્ટની સાથે પકડી લીધા છે.

- Advertisement -



આ ચાર મૃતકો માટે કેનેડામાં વસતા ગુજરાતીઓએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “કેનેડામાં અત્યારે એટલી ઠંડી છે કે અત્યારે અમે પણ જો ઘરની બહાર નિકળીએ તો જે કામ હોય તે પતાવીને તરત જ પાછા ઘરે આવી નાઈએ છે. આ ઘટનાના સમાચાર સાંભળીને અમારું હૃદય થીજી ગયું હતું. આ લોકો આવા વાતાવરણમાં અમેરિકા-કેનેડા બોર્ડર પર જવા કેવી રીતે નીકળ્યા હશે તે સમજાતું નથી. મે વિનંતી કરીએ છે કે આવું કામ ફરી કોઈ ન કરે.”

અમેરિકા-કેનેડા બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર ઘુસણખોરી કરવા વાળા 7 ભારતીય નાગરિકોને અમેરિકી પોલીસે પકડી લીધા છે અને તેની સાથે કેનેડામાંથી ગેરકાયદેસર અમેરીકામાં લોકોને ઘુસાડતા એજન્ટને પણ અમેરિકી પોલીસે પકડી લીધો છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular