નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: Junagadh Dargah Violence: ગુજરાતમાં ફરી એકવાર પોલીસ અને પ્રજા વચ્ચે હિંસક અથડામણની (Clash) ઘટના સામે આવી છે. જૂનાગઢના (Junagadh) મજેવડી દરવાજા (Majevadi Gate) પાસે આવેલા ધાર્મિકસ્થાનને ડિમોલેશનની (Demolition) નોટિસ અપાતા લોકોનું ટોળું ઉશ્કેરાયું હતું અને પોલીસે સાથે બોલાચાલી કરી રહી હતી. જોકે જોતજોતામાં મામલો ઉગ્ર બનતા લોકો હિંસક બન્યા હતા અને પોલીસ (Junagadh Police) પર પથ્થરમારો (Stone Pelting) શરૂ કરી દીધો હતો. જેને લઈ સમ્રગ વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. ઘટનાને પગલે DySP પણ દોડી આવ્યા હતા. તેમના પર પણ પથ્થમારો થતા DySP સહિત 4 પોલીસ અધિકારીઓને ઈજા પહોંચી છે. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા પથ્થરમારો કરનારા લોકોની ઓળખ કરી અટકાયત કરવામાં આવી રહી છે. કોંમ્બિંગ દરમિયાન પોલીસે 174 લોકોની અટકાયત કરી જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન મજેવડી દરવાજા વિસ્તારમાં ગતરોજ શુક્રવારે 10 વાગ્યાના અરસામાં પોલીસ દ્વારા ધાર્મિકસ્થળને હટાવવા અંગે નોટિસ આપવામાં આવી હતી. જોકે કોઈ જવાબ ન મળતા તત્રએ ડિમોલેશન કાર્યવાહી કરવા જતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થમારો શરૂ કરી દીધો હતો. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિફરેલા ટોળા ઉચ્ચ અધિકારી પર પણ પથ્થરમારો ચાલુ રાખતા DySP સહિત 4 પોલીસ અધિકારીઓને ઈજાઓ પહોંચી હતી. પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘર્ષણમાં પોલા સુરેજાના નામના આધેડને પથ્થર વાગતા મૃત્યુ થયું હતું. ટોળાએ સરકારી વાહનોમાં તોડફોડ કરી આગચંપી પણ કરી હતી. પસ્થિતિને કાબૂમાં લેવા જૂનાગઢ પોલીસનો જંગી કાફલો ઘટનાસ્થળે ઉતરી દેવામાં આવ્યો છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરી 174 જેટલા ઉપદ્રવીઓની અટકાયત કરી છે અને અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. પોલીસે તમામ સામે રાયોટિંગ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Tag: Junagadh Clash News, Junagadh Violence News, Junagadh Police Attack
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








