Thursday, April 16, 2026
HomeNational'શું દેશના અન્ય વડાપ્રધાનોએ કંઈ કર્યું નથી?', નેહરુ મેમોરિયલનું નામ બદલવા પર...

‘શું દેશના અન્ય વડાપ્રધાનોએ કંઈ કર્યું નથી?’, નેહરુ મેમોરિયલનું નામ બદલવા પર રાજકારણ ગરમાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દિલ્હી સ્થિત નેહરુ મેમોરિયલનું (Nehru Memorial) નામ બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટી કરી દીધું છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ (Congress) આ નિર્ણય માટે પીએમ મોદી (PM Modi) પર નિશાન સાધી રહી છે, ત્યારે ભાજપનો સવાલ છે કે શું દેશના અન્ય વડાપ્રધાનોએ દેશ માટે કંઈ કર્યું નથી?

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી સોસાયટીનું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ અને લાઈબ્રેરી સોસાયટી કરવા પર કહ્યું કે, “હું સહમત છું કે દેશના અન્ય વડાપ્રધાનોનું યોગદાન પણ દર્શાવવું જોઈએ. આ માટે અલગ વિભાગ બનાવીને અન્ય વડાપ્રધાનોનું યોગદાન દર્શાવી શકાયું હોત, પરંતુ મ્યુઝિયમનું નામ બદલવાની જરૂર નહોતી.”

- Advertisement -

કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભે કહ્યું કે, “તેમને લાગે છે કે બોર્ડમાંથી જવાહરલાલ નેહરુનું નામ હટાવવાથી તમે તેમના વ્યક્તિત્વને કલંકિત કરી શકો છો. દેશના લોકો માને છે કે પંડિત નેહરુ આધુનિક ભારતના શિલ્પી હતા. હું નરેન્દ્ર મોદીને વાજપેયીજીના એક નિવેદનની યાદ અપાવવા માગુ છું કે, નાના દિમાગથી કોઈ મોટું નથી બની શકતું. તમે દેશની સામે મામૂલી માનસિકતા બતાવી રહ્યા છો. તમે બોર્ડમાંથી પંડિત નેહરુનું નામ ભૂંસી શકો છો, પરંતુ લોકોના હૃદયમાંથી તેમનું નામ કેવી રીતે ભૂંસી નાખશો?”

કેન્દ્ર સરકારના નિર્ણયને સત્તાધારી પક્ષના નેતાઓ સમર્થન આપી રહ્યા છે. દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, શું દેશના અન્ય વડાપ્રધાનોએ કોઈ યોગદાન નથી આપ્યું? જેમાં મોટાભાગના કોંગ્રેસીઓ હતા. મ્યુઝિયમ કોઈ એકની સંપત્તિ નથી, પરંતુ તે દેશના તમામ વડાપ્રધાનોને સમર્પિત છે. કોંગ્રેસને રાજાશાહીમાં રહેવાની આદત છે.

સરકારના નિર્ણયનો બચાવ કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, “કોંગ્રેસ એક પરિવારથી આગળ જોઈ શકતી નથી. કોંગ્રેસ ફેમિલી લિમિટેડ કંપની છે. આ દેશના વિકાસમાં યોગદાન આપનાર વડાપ્રધાનો એચ. ડી. દેવગૌડા, ઇન્દ્રકુમાર ગુજરાલ, ચરણસિંહ, ચંદ્રશેખર વગેરેનું સન્માન થતું હોય તો એમાં સરમુખત્યારશાહીની વાત જ ક્યાં છે?”

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular