Friday, December 1, 2023
HomeGujaratJunagadhકથિત પ્રેમાલાપ, દારૂ અને વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢના મહંત રાજભારતીનો આપઘાત

કથિત પ્રેમાલાપ, દારૂ અને વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢના મહંત રાજભારતીનો આપઘાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: જૂનાગઢના(Junagadh) ખેતલિયા દાદા આશ્રમના મહંત રાજભારતીએ (Khetaliya Dada Ashram Mahant Raj Bharti) પોતાને બંદૂકની ગોળી મારી જીવન ટૂંકાવ્યું (committed suicide)છે. રાજભારતીના આત્મહત્યાના સમાચાર પહેલા જૂનાગઢમાં કથિત રીતે તેમની મહિલા સાથે થતી વાતચીતની ઑડિયો ક્લીપ વાયરલ થઈ હતી. ઑડિયો ક્લીપ વાયરલ થતા મામલો ટૉક ઑફ ધ ટાઉન બન્યો હતો. બાદમાં રાજભારતીની આત્મહત્યાના સમાચાર સામે આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

જૂનાગઢના ઝાંઝરડાના ખેતલિયા દાદા આશ્રમ મહંત રાજભારતી ઉર્ફે રાજબાપુએ ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. રાજબાપુની આત્મહત્યા પહેલા જ સોશિયલ મીડિયામાં એક ઑડિયો ક્લીપ વાયરલ થઈ હતી. જેમાં કથિત રીતે રાજબાપૂ કોઈ યુવતીને અશ્લીલ વોઈસ મેસેજ મોકલતા હોવાની અને યુવતીને પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ રાજબાપુની કથિત વિડીયો ક્લીપ પણ વાયરલ થઈ હતી જેમાં તેઓ દારૂ પિતા હોય તેમ જણાવાય રહ્યું હતું. ઉપરાંત આ મામલાનો એક પત્ર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ઑડિયો અને વીડિયો ક્લીપના સબંધમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. વાયરલ બનેલી કથિત ઘટનાના કારણે જૂનાગઢમાં મુદ્દો ટૉક ઑફ ધ ટાઉન બન્યો હતો.

- Advertisement -

ઉપરાંત વાયરલ પત્રમાં જણાવાયું હતું કે, રાજભારતી બાપુ હિન્દૂ નહીં પણ વધર્મી છે અને તેને અનેક મહિલાઓ સાથે સબંધ પણ છે. આ ચોંકાવનારા પત્રને પગલે રાજબાપુ પર અનેક સવાલ પેદા થયા હતા. ત્યારે રાજભારતી ઉર્ફે રાજબાપૂએ આત્મહત્યા કરતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ વાયરલ થયેલા પત્ર, વિડીયો અને ઑડિયોની સત્યતા મામલે પણ તપાસ કરી રહી હોવાના અહેવાલ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular